ગુરુવાર, ડિસેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છશાપરની તરૂણી પર જામનગરના શખસનું દૂષ્કર્મ

શાપરની તરૂણી પર જામનગરના શખસનું દૂષ્કર્મ

(આઝાદ સંદેશ),રાજકોટ: શાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરૂણીને સગાઈઅને લગ્ન કરવાની લાલચ આપી જામનગરના જયદીપ નામના શખ્સે પોતાના ઘરે બે વખત દુષ્કર્મ આચર્યાની તરૂણીની માતાએ પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ ભોગ બનનાર તરૂણીના માતાએ શાપર વિસ્તારમાં બીજું ઘર કર્યું હતું. તેના પિતા જામનગર રહે છે. તે જામનગર પિતા પાસે અવાર નવાર જતી હોય ત્યાં આરોપી જયદીપ સાથે સંપર્ક થયા બાદ આંખો મળી જતા બને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
તરૂણી ગઈ તા.11નાં રાજકોટ ઘરેથી કહ્યા વગર નિકળી ગયાબાદ લાપત્તા બની જતા તેના માતા સહિતના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ ઘરેથી નિકળ્યા બાદ તરૂણીએ આરોપી જયદીપને જાણ કરી જામનગર પહોંચી હતી. જયાં ચારેક દિવસ તે આરોપીની સાથે રોકાઈ હતી. આ દરમીયાન આરોપીએ તેને સગાઈકરવાનું કહી બે વખત હવસનો શિકાર બનાવી હતી. બાદમાં તા.16નાં આરોપી તેને રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે મુકીને જતો રહ્યો હતો. તરૂણી ઘરે જતા પરિવારજનોએ તેની પુછપરછ કરતા તેણે સમગ્ર વાત જણાવતા પરિવારજનો ચોકી ઉઠયા હતાં. બાદમાં આ મામલે ફરીયાદ નોંધાવતાં શાપર પોલીસ મથકના પી. આઈ. આર.બી. રાણા અને રાઈટર મહેન્દ્રભાઈ ધાધલે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર