બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજુનાગઢ- સોમનાથ નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર બાદ CNG ગેસનો...

જુનાગઢ- સોમનાથ નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર બાદ CNG ગેસનો બાટલો ફાટયો, પાંચ વિદ્યાર્થીઓ સહીત સાતના મોત

રાજકોટ : જૂનાગઢ-સોમનાથ હાઇવે પરના ભંડુરી ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. 2 કાર સામ સામે અથડાયા બાદ સીએનજી ગેસનો બાટલો ફાટ્યો હતો. જેને પગલે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓ સહીત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ માળીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામના મૃતદેહને માળીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર બળીને રાખ થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર