બુધવાર, ડિસેમ્બર 18, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજસદણમાંથી લગ્નની લાલચ આપી સગીરાને ધાર્મિક સ્થળોએ લઈ જઈ અડપલા કરનારા શખસની...

જસદણમાંથી લગ્નની લાલચ આપી સગીરાને ધાર્મિક સ્થળોએ લઈ જઈ અડપલા કરનારા શખસની ધરપકડ

ઝડપાયેલો રોહિત પીઠવા (ઉ.વ.29) સગીરાના ઘર પાસે પાનની દુકાન ધરાવતો હોય પરિચયમાં આવ્યો’તો : જસદણ પોલીસે અપહરણ અને પોકસોનો ગુનો નોંધયો

(આઝાદ સંદેશ), રાજકોટ : જસદણમાં રહેતી 14 વર્ષની તરૃણીને તેના ઘર પાસે જ પાનની દુકાન ધરાવતો શખસ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તે તરૂણીને કાગવડ, ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ લઈ ગયો હતો. બીજી તરફ તરૂણીના પિતાએ દીકરી લાપતા થયા અંગે પોલીસને જાણ કરતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી બંનેને શોધી કાઢ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે તરૂણીને ભગાડી જવા અને અડપલાં કરવા અંગે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ, જસદણમાં રહેતી 14 વર્ષ 1 માસની સગીરા લાપતા થયા અંગે તેના પિતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. દરમિયાન જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી તરૂણી તથા તેને ભગાડી જનાર રોહિત નામના શખસને જસદણ પાસેથી શોધી કાઢ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી રોહિત રમેશભાઈ પીઠવા(ઉ.વ 29) તરૃણીના ઘર પાસે જ પાનનો ગલ્લો ધરાવતો હોય અને તરૂણી અહીં નાની મોટી વસ્તુ લેવા આવતી હોય જેથી બંને વચ્ચે સંપર્ક થયો હતો બાદમાં બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ આરોપી તરૂણી સાથે વાતચીત કરતો હતો. દરમિયાન તેણે તરૂણીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી તરૂણીને ભગાડી ગયા બાદ ઘેલા સોમનાથ અને કાગવડ સહિતના સ્થળોએ લઈ ગયો હતો બાદમાં બંને અહીંથી પરત આવતા હતા દરમિયાન પોલીસે તેને શોધી કાઢ્યા હતા. પોલીસે આરોપી સામે તરૂણીને ભગાડી જવા તથા તેની સાથે શારીરિક અડપલાં કરવા અંગે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ જસદણ પોલીસ મથકના પી.આઈ ટી.બી. જાની ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર