બુધવાર, ડિસેમ્બર 18, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશેર બજાર3 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઇન્ટથી વધુનો ઘટાડો, આ છે મોટા કારણો

3 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઇન્ટથી વધુનો ઘટાડો, આ છે મોટા કારણો

ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 2 હજારથી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 459 લાખ કરોડ રૂપિયા (13 ડિસેમ્બર) થી ઘટીને 452 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આવો સમજીએ કે કયા કારણો છે જેના કારણે બજારમાં ઘટાડો થયો છે.

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. 18 ડિસેમ્બરે સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને ઇન્ટ્રાડેમાં 0.80 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. ઘટાડાની અસર માત્ર બ્લુચિપ કંપનીઓ પૂરતી જ સીમિત ન હતી, પરંતુ બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સમાં તીવ્ર ઘટાડો

આજના 80,050ના નીચલા સ્તરે પહોંચ્યા બાદ સેન્સેક્સમાં ત્રણ દિવસમાં 2000થી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 459 લાખ કરોડ રૂપિયા (13 ડિસેમ્બર)થી ઘટીને 452 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઘટાડાને કારણે રોકાણકારોને ત્રણ દિવસમાં લગભગ 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સેક્ટરલ ઇન્ડેક્સ પર અસર

  • નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
  • નિફ્ટીના પીએસયૂ બેન્ક ઈન્ડેક્સમાં 2 ટકાનો ઘટાડો જોવાને મળ્યો છે.
  • નિફ્ટી બેન્ક, ફાઇનાન્શિયલ સર્વિસિસ, પ્રાઇવેટ બેન્ક અને મેટલ ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
  • નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યો હતો.
  • નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં મામૂલી વધારા સાથે પોઝિટિવિટી જોવા મળી હતી.

શેરબજારમાં ઘટાડાના કારણો

વધતા ફુગાવા અને અમેરિકામાં આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની વચ્ચે ફેડરલ રિઝર્વની પોલિસી બેઠકના પરિણામ પર રોકાણકારો ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)ની બે દિવસીય બેઠક 17 ડિસેમ્બરથી શરૂ થઈ હતી અને આજે પરિણામ આવવાના છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં ફેડ રેટમાં 25 બેસિસ પોઇન્ટ (બીપીએસ)નો ઘટાડો કરે તેવી શક્યતા છે. જોકે ફુગાવાના પડકાર અને ફેડરલ રિઝર્વના ફુગાવાના 2 ટકાના લક્ષ્યાંકને જોતાં ચેરમેન જેરોમ પોવેલ ભવિષ્યના રેટ કટ અંગે સાવચેતીભર્યો દેખાવ કરી શકે છે.

પેસ 360ના કો-ફાઉન્ડર અને ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અમિત ગોયલે કહ્યું કે, આ બેઠકમાં વ્યાજદરમાં કાપની શક્યતા છે, પરંતુ ડોટ પ્લોટથી એ વાતનો સંકેત મળશે કે આવતા વર્ષે રેટ કટ કેટલો શક્ય છે.

વૈશ્વિક પરિબળોની ભારતીય શેરબજાર પર મોટી અસર પડી રહી છે. યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓ, વ્યાજના દર અને વૈશ્વિક અર્થતંત્રને લગતી અનિશ્ચિતતાઓને કારણે બજાર ઘટી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ફેડના નિર્ણય બાદ બજાર સ્થિર થઈ શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર