બુધવાર, ડિસેમ્બર 18, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગોંડલમાં અગાઉ થયેલ માથાકૂટના ખારમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: 4 ઘાયલ

ગોંડલમાં અગાઉ થયેલ માથાકૂટના ખારમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: 4 ઘાયલ

લવરમૂછીયા છરી અને તલવાર જેવા હથિયારો લઈ મારામારી પર ઉતર્યા : મહિલાની છેડતી પણ કરી : ગોંડલ સીટી પોલીસે સામસામી ફરીયાદ પરથી એટ્રોસિટી, છેડતી સહિતની કલમ હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધ્યો

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતાં 4 યુવાનો ઘવાયા હતાં. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. એક મહિના પહેલા થયેલ માથાકૂટનો ખાર રાખી લવરમૂછીયા છરી અને તલવાર જેવા હથિયારો લઈ મારામારી પર ઉતરી આવ્યાં હતાં અને મહિલાની છેડતી પણ કરી હતી. ગોંડલ સીટી પોલીસે સામસામી ફરીયાદ પરથી એટ્રોસિટી, છેડતી સહિતની કલમ હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, ગોંડલમાં ભગવતપરા વાછરારોડ ભંગારના ડેલા સામે રહેતાં માનવ રાજેશભાઈ ખીમસુરીયા (ઉ.વ.22) એ ચેતન ઉર્ફે ચેતુ મકવાણા, આદિ પરમાર અને આદિ પરમારના મામા વિજા મકવાણા (રહે. ત્રણેય ગોંડલ) સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે કલરકામની મુજરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈ તા.15 ના તે તેના મિત્ર સાથે ગોંડલ આઈ.ટી.આઇ. બાજુમાં આવેલ લઝીઝ નોનવેઝની દુકાને રાત્રીના જમવા ગયેલ હતાં. તે દરમિયાન તેના મીત્ર રુત્વીકને અન્ય મીત્ર આયુશ ગોહેલનો ફોન આવેલ અને કહેલ કે, થોડીવાર પહેલા હું હરભોલે સોસાયટી પાસે આવેલ કોળી સમાજની વાડી લગ્નમાં હતો ત્યારે ચેતન ઉર્ફે ચેતુ મકવાણા, આદી પરમાર બન્ને મળેલ અને તે બન્નેએ અગાઉ બે મહીના પહેલા તેમની સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખી ઝગડો કરેલ છે. જેથી આયુશને કહેલ કે, તુ અત્યારે ઘરે નીકળી જા,અમે આદીને તેના ધરે જઈ ને સમજાવીએ છીએ. બાદમાં તેઓ સીધા આદીના ઘરે ગયેલ જયાં આગળ આદી અને ચેતન ઉર્ફે ચેતુ હાજર હોય જેથી તેઓને આદીના ધરના બહાર રસ્તા ઉપર બોલાવતા બન્ને ધરમાંથી બહાર આવેલ અને તેને કહેલ કે તમે કેમ ? અમારા મીત્ર આયુશ સાથે ઝઘડો કરેલ છે તેમ કહેતા બંને ઉશ્કેરાઈ જઈ કેમ અમારા ઘર સુધી આવ્યા તેમ કહી ગાળો આપી બંને શખ્સો રુત્વીકનો કાઠલો પડકી મારા-મારી કરવા લાગેલ જેથી તે વચ્ચે પડી છોડાવા જતાં બંને શખ્સો તેને પણ મારા મારી કહેલ કે, આ અમારો અને રુત્વીકનો અંગત ઝઘડો છે તુ કેમ વચ્ચે પડે છે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી છાતીમાં અને પેટમાં લાતો મારવા લાગેલ અને ચેતુ તેના કોટુંબીક કાકા વિજાના ધરમાં ગયેલ અને ત્યાંથી સ્ટીલની તલવાર જેવું હથિયાર લાવીને મને મારવા જતા તે સાઈડમાં ખસી જતા રુત્વીકને હાથમાં અને માથાના ભાગે ઘા લાગેલ હતો. દરમ્યાન થોડે દુર રહેતા ચેતુના કોટુંબીક કાકા વિજાભાઈ પણ દોડીને ઘસી આવી અને ત્રણેય મારામારી કરવાં લાગેલ હતાં. દરમ્યાન મીત્ર આયુશ ગોહેલ પણ આવી જતા સામ સામે મારામારીમાં રુત્વીકને માથાના ભાગે ઈજા થતા લોહી નીકળવા લાગેલ હતું. બાદમાં તેને સીવીલ હોસ્પીટલે સારવાર માટે લાવેલ હતાં.
જ્યારે સામાપક્ષે ગોંડલના ભગવતપરામાં રહેતાં 42 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઋત્વિક વાઘેલા, આયુષ ગોહેલ અને માનવ ખીમસૂરીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી તેના બે દીકરા સાથે રહે છે. ગત તા.15ના રાત્રીના તેણી અને તેના બંને પુત્રો સાથે હરભોલે સોસાયટીમાં કોટુંબીક બહેનના ત્યાં લગ્નમાં ગયેલ હતાં. ત્યારે તેમના મોટા દીકરાને આયુશ ગોહેલ, ઋત્વીક વાધેલા સાથે અગાઉ માથકુટ થયેલ અને બાદ સમાધાન થઇ ગયેલ હોય પંરતુ આયુષે તે બાબતેનો ખાર રાખી તેમના પુત્ર સાથે ઝઘડો કરવા લાગેલ અને મારામારી કરવા લાગેલ હતો.ત્યારબાદ લગ્નમાંથી તેણી તથા બંન્ને દીકરા ધરે જતા રહેલ હતા. ઘરે તેમનો દિકરો તથા કોટુંબીક ભાઇનો દીકરો ચેતન ઉર્ફે ચેતુ હાજર હતા.
દરમ્યાન અમારા ધરના ડેલા પાસે બહાર કોઇએ બુમ પાડતા બંનેએ બહાર નીકળી જોયુ તો રુત્વીક વાધેલા અને તેનો મીત્ર બાઈક પર આવેલ અને ગાળો આપી ઉશ્કેરાઇ જઇ મારા મારી કરવા લાગેલ હતાં. જેથી બુમાબુમ થતા તેણી ધરની બહાર નીકળી પુત્રને છોડાવવા વચ્ચે પડેલ તો રુત્વીક તથા તેની સાથે આવેલ તેના મીત્ર માનવ ગાળો આપવા લાગેલ અને બન્ને એકદમ નજીક આવીને છાતી દબાવી છેડતી કરી નીચે પાડી દીધેલ હતી.
તેમજ રુત્વીકે છરી લઇ આદીત્યને મારવા જતા વિક્રમ આવીને વચ્ચે પડતા વિક્રમના હાથમાં છરીનો ઘા લાગેલ હતો. તેમજ તમને જોઇ લેવા છે હવે જીવતા નથી રહેવા દેવા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે સામસામી ફરીયાદ પરથી એટ્રોસિટી, છેડતી સહિતની કલમ હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર