બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગોંડલના ભુણાવા નજીક ક્રેનના ભાડાઓ અને ધંધાકીય વિસ્તારની હદ નક્કી કરવા બાબતે...

ગોંડલના ભુણાવા નજીક ક્રેનના ભાડાઓ અને ધંધાકીય વિસ્તારની હદ નક્કી કરવા બાબતે બે બળિયા જૂથો બાખડયા

બન્ને પક્ષે પ્રથમ માથાકૂટ બાદ સમાધાન થયું’તું,પરંતુ સમાધાન લાંબો સમય ન ટકતા ધોકા-પાઈપ ઉલળ્યા : સામસામે 12 સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલના ભુણાવા પાટીયા નજીક ક્રેનના ધંધા મામલે બે ક્ષત્રિય જૂથ વચ્ચે મારામારી અને વાહનોમાં તોડફોડ કરાતા માહોલ ગરમાયો હતો.બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે સામસામે ફરિયાદ પરથી 12 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ગોંડલના ભુણાવા ગામે આશાપુરા મંદિરની પાછળ મોટા મહીકા રોડ પર રહેતા વિશ્વરાજસિંહ ઉર્ફે શનીભાઇ ભરતસિંહ જાડેજા (ઉ.વ.30)એ કૃષ્ણપાલસિંહ વિજયસીંહ જાડેજા, અજયસિંહ કેશુભા જાડેજા, અજયસિંહ અજુભાનો સાળો, દુષ્યંતસિંહ ઉર્ફે ભોલુ, વિજયસિંહ બચુભા જાડેજા, ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, મયુરસિંહ રાજેદ્રસિંહ જાડેજા અને દિગપાલસિંહ કેશુભા જાડેજા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તે બીલીયાળામાં ઘર ઢાબા પેટ્રોલ પંપ આવેલ છે ત્યાં નોકરી કરે છે.ગઈ તા. 05/12/2024 ના તે પેટ્રોલપંપ પર ગયેલ હતો. ત્યાં નોકરી પર હતો ત્યારે રાત્રિના સવા દસેક વાગ્યાની આસપાસ પેટ્રોલપંપના હિસાબ કરાવતો હતો ત્યારે કૃષ્ણપાલસિંહ જાડેજા, અજયસિંહ ઉર્ફે અજુબા જાડેજા ઓફિસની ઓફિસમાં અંદર ઘસી આવેલ અને કહેલ કે, આપણે વાતચીત કરવી છે જેથી બહાર આવો તેમ વાત કરતા તે પેટ્રોલપંપનો હિસાબ કરી ઓફિસની બહાર રોડ બાજુ ગયેલ અને તે કૃષ્ણરાજસિંહ અને અજયસિંહ સાથે ક્રેનના ધંધા બાબતે વાતચીત દરમ્યાન તેમને કહેલ કે, અમારા વિસ્તારમાં કારખાના આવેલ છે ત્યાં ક્રેનનો ધંધો હું કરીશ અને તમારા વિસ્તારમાં મારી ક્રેન નહીં આવે તે બાબતે વાતચીત કરતા હતા તેવામાં અચાનક બંને શખ્સો ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં.દરમિયાન અજયસિંહનો સાળો ઘસી આવેલ અને પાઇપથી હુમલો કરી માથાના ભાગે ઘા ઝીંકી દિધા હતાં. તેમજ નાકના ભાગે મારમારતાં લોહી નીકળવા લાગેલ હતું. દરમિયાન ભાણુભા નામનો શખ્સ પણ દોડી આવેલ અને ઢીકાપાટાનો મૂઢમાર મારેલ હતો. ત્યારે દેકારો થતા પેટ્રોલપંપમાં કામ કરતાં લોકો દોડી આવેલ અને તેમને વધુ માર મારથી છોડાવેલ હતાં. આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં.બાદમાં યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં આ ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતો. દરમિયાન આરોપીનો ફોન આવેલ કે, અમે સમાધાન માટે ભૂણાવાના પાટીયે આવેલ ઓમ હોટેલની પાછળ આવેલ ગણેશ ક્રેન નામની ઓફિસ પર આવેલ હોય ત્યાં બોલાવતા ગામના સહદેવસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા સહિતના લોકો સમાધાન અર્થ ત્યાં ગયેલ હતા.દરમિયાન અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને પણ અહીં સારવાર વખતે લાવેલા અને અજયસિંહને બનાવ બાબતે પૂછતા તેઓએ જણાવેલ કે, સમાધાન અર્થે દિગપાલસિંહની ભુણાવા પાટિયા આવેલ ઓફિસે ગયેલ ત્યારે સમાધાન બાબતે વિજયસિંહ જાડેજા, ભગીરથ સિંહ ઉર્ફે ભગી જાડેજા સહિતના શખ્સો ઉશ્કેરાઈ ગયેલ અને ઢીકાપાટુનો માર મારેલ તેમજ ભગીરથસિંહએ લાકડાનો ધોકો ઝીંકી દિધો હતો. વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, દોઢેક મહિના પહેલા મેં ક્રેન લીધે લીધી હોય તે ગામમાં આવેલ કારખાનામાં ભાડે ચલાવતા હોય અને અજયસિંહ ઉર્ફે અજુભાને પણ ક્રેન હોય તેઓ પણ તેમના ગામમાં તથા આજુબાજુમાં ભાડે ચલાવતા હોય જેથી ક્રેન પોતપોતાના ગામમાં ચલાવવા બાબતે વાતચીત કરતા હતાં ત્યારે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે ભુણાવામાં રહેતાં વિજયસિંહ બચુભા જાડેજા (ઉ.વ.49) એ નોંધાવેલ ફરિયાદમાં ભતતસિંહ બચુભા જાડેજા, સિદ્ધરાજસિંહ નિરૂભા જાડેજા, નરેન્દ્રસિંહ નિરૂભા જાડેજા, યોગીરાજસીહ ભરતસિંહ જાડેજાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને ભુણાવા ગામના પાટીયા પાસે શીવ ટ્રાન્સપોર્ટ નામની ઓફીસમાં ટ્રાન્સપોર્ટને લગત વેપાર ધંધો કરે છે.ગઇ તા.05 ના તેમને તેમના દીકરા સાથે ક્રેનના ભાગીદાર અજયસિંહ ઉર્ફે અજુભા જાડેજાનો ફોન આવેલ કે, ભુણાવા પાટીયા પાસે વિશ્વરાજસિંહ, ભરતસિંહ સહિતના લોકો સાથે માથાકુટ થયેલ છે, તેમ વાત કરતા તેઓ અજયસિંહ ઉર્ફે અજુભાની ઓફીસે ગયેલ અને માથાકુટ બાબતે પુછતા જણાવેલ કે, આપણી ક્રેન ભુણાવા બાજુ ભાડે મોકલતા હોય તે વિશ્વરાજસિંહ ઉર્ફે શનીને ગમતુ ન હોય જેથી તેઓ આપણી ક્રેન ભુણાવા બાજુ ભાડે નહી આપવાનુ કહેતાં તેમને કહેલ કે, એક બીજાને ભાડા મળે ત્યા જવાનુ હોય છે, જે બાબતે બોલાચાલી અને માથાકુટ થયેલી હતી. ઝપાઝપીમા વિશ્ર્વરાજસિંહને થોડુ લાગી ગયેલ અને તેને દવાખાને લઈ ગયેલ છે. બીજા દિવસે સવારના તેઓ ગોંડલ હતાં ત્યારે જાણવા મળેલ કે, મારે ભુણાવા ગામે શીવ ડ્રિન્કીંગ વોટર નામનો પ્લાન્ટ આવેલ હોય જેમાંથી ટ્રક બોટલો ભરીને ગામમા ડીલેવરી કરવા ગયેલ હોય ત્યારે ગામના પાદરમા ગાડીના કાચ ગામના સિધ્ધરાજસિંહ નિરૂભા સહિતના શખ્સોએ તોડી નાંખેલ હતાં. ડ્રાઇવરને તે શખ્સોએ કહેલ કે, કાલે તમારા માણસોએ અમારા છોકરાઓને મારેલ છે.તમને ના પાડવા છતા તમારી ક્રેન અમારા વિસ્તારમા ભાડે લાવો છો, તેમ કહી ગાળો દેવા લાગેલ અને કહેલ કે, આજે તો માત્ર ગાડીના કાચ તથા ટાયર તોડેલ છે પરંતુ હવે પછી અમારા છોકરાઓ કે અમારા માણસો સામે પણ જોયેલ છે તો જીવતા રહેશો નહી અને હવે પછી તમારી ક્રેન અમારા વિસ્તારમાં ભાડે આપેલ છે તો મજા રહેશે નહી અને તેનુ પરીણામ ભોગવવા તૈયાર રહેજો તેમ કહી ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર