બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છટંકારાના જૂગાર પ્રકરણમાં થયેલાં તોડના રૂ.22 લાખ રાજકોટથી મંગાવાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો

ટંકારાના જૂગાર પ્રકરણમાં થયેલાં તોડના રૂ.22 લાખ રાજકોટથી મંગાવાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો

લજાઇ ગામે આવેલ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે એસએમસીના વડા નિર્લિપ્ત રાય અને ટીમે કરેલી તપાસમાં હકીકત સામે આવી

(આઝાદ સંદેશ),રાજકોટ: ટંકારાના લજાઇ ગામે આવેલ હોટલ કમ્ફર્ટ રિસોર્ટમાં એકાદ માસ પહેલા ટંકારા પોલીસે દરોડો પાડી ઝડપી લીધેલી જુગારની ક્લબમાં 51 લાખનો તોડ થયાનો એસએમસીની તપાસમાં ઘટસ્ફોટ થતા તત્કાલીન પીઆઇ વાય.કે.ગોહીલ અને કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીને ગઇકાલે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. એસએમસીએ આ પ્રકરણની તપાસ જારી રાખી છે. આગામી દિવસોમાં વધુ નવા ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવના દર્શાવાઇ છે.
એસએમસીની તપાસમાં એવું ખુલ્યું છે કે, સ્થાનિક પોલીસે દરોડો પાડયા બાદ ફોર્ચ્યુનર કારમાંથી જે રૂા.12 લાખ કબજે થયાનું દર્શાવ્યું હતું. તે રકમ ખરેખર રાજકોટથી મંગાવાઇ હતી. જ્યારે જામીન પર આરોપીઓને છોડવા માટેના બીજા રૂા.10 લાખ પણ રાજકોટથી જ મંગાવાયા હતા. જ્યારે બાકીની રકમ મોરબીથી મંગાવાઇ હતી. એસએમસીના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયાએ એક દિવસ ટંકારામાં ધામા નાખી કરેલી તપાસમાં અનેક ચોકાવનારા ખુલાસા પણ થયા છે. અત્યાર સુધીમાં આ કેસમાં એસએમસીએ સાતેક જણાના નિવેદન લીધા છે. હજુ પણ કેટલાક જણાના નિવેદનો લેવાના બાકી છે. એસએમસીની તપાસમાં એવું ખુલ્યું છે કે, આરોપીઓને જામીન પર છોડવા, પ્રેસનોટમાં તેમના ખોટા નામ દર્શાવવા સહીતના મુદે લાખોનો તોડ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સ્થાનિક પોલીસે પ્રેસનોટમાં બે થી ત્રણ આરોપીઓના નામ ખોટા પણ દર્શાવ્યા હતા. એસએમસી હવે આ કેસની ઇન્ક્વાયરીનો રીપોર્ટ તૈયાર કરી હી છે. જે બાદ જવાબદારો સામે હજુ પણ વધુ કડક પગલા લેવાય તેવી સંભાવના નકારાતી નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર