બુધવાર, માર્ચ 18, 2026

ઈ-પેપર

બુધવાર, માર્ચ 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ગુનાખોરી સામે પોલીસ સખ્ત, ડુપ્લિકેટ દવાઓ પર દરોડા અને આંગણવાડી બહેનોનો...

રાજકોટમાં ગુનાખોરી સામે પોલીસ સખ્ત, ડુપ્લિકેટ દવાઓ પર દરોડા અને આંગણવાડી બહેનોનો વિરોધ

રાજકોટ જિલ્લામાં વિવિધ મુદ્દાઓને લઈ પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે ચર્ચાનો માહોલ જામ્યો છે. રાજકોટ જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ આચરતી ટોળકી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં સક્રિય આ ટોળકીના આશરે 19 સભ્યો વિરુદ્ધ ગુજસીકો એક્ટ હેઠળ વિછિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી આશરે 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ કરી કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ સાથે જ લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્રણ અલગ અલગ કારખાનાઓમાં દરોડા પાડી ખેતીવાડીમાં વપરાતી ડુપ્લિકેટ જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપાયો છે. આ નકલી દવાઓ ખેડૂતો માટે ગંભીર જોખમરૂપ બની શકે છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પણ જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

બીજી તરફ, મોંઘવારીના મુદ્દે રાજકોટમાં આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પગાર વધારો કરવાની માંગ સાથે બહેનોએ રસ્તા પર ઉતરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. સરકાર પાસે વારંવાર રજૂઆત છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે વિરોધનો માર્ગ અપનાવ્યો હોવાનું બહેનોનું કહેવું છે.

આ ત્રણેય ઘટનાઓને પગલે રાજકોટ જિલ્લામાં કાયદો વ્યવસ્થા, નકલી માલ અને સામાજિક મુદ્દાઓ અંગે ચર્ચા તેજ બની છે. પોલીસે જણાવ્યું છે કે ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે, જ્યારે બીજી તરફ કર્મચારીઓના પ્રશ્નો પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર