બુધવાર, માર્ચ 18, 2026

ઈ-પેપર

બુધવાર, માર્ચ 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમરેલીમાં વાતાવરણ પલટાયું, બગસરમાં પડ્યા કરા, વડીયા, મોરવાડા, બાંટવા દેવળી, શાપર, સુડાવડમાં...

અમરેલીમાં વાતાવરણ પલટાયું, બગસરમાં પડ્યા કરા, વડીયા, મોરવાડા, બાંટવા દેવળી, શાપર, સુડાવડમાં માવઠું

અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.

સાબરકાંઠાના ઈડરના બરવાવમા શ્વાનોએ બાળક પર કર્યો હુમલો, સારવારઅર્થે બાળકને હિંમતનગર ખસેડાયો

સાબરકાંઠાના ઈડરના બરવાવમા શ્વાનોએ બાળક પર હુમલો કર્યો. બરવાવ ગામમાં રખડતા શ્વાનોનો આતંક. ચાર વર્ષના માસૂમ બાળક મનોજ ડાભીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી. શ્વાનોના હુમલાથી ઘાયલ માસૂમ બાળકને સારવાર અર્થે ઇડર સિવિલ ખસેડાયો. ઈડર સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો.

સુરતના લસકાણાના યુવક સાથે લગ્ન કરી ભાગી ગયેલ લૂંટેરી દૂલ્હન, જસદણમાં બીજા પતિ સાથે ઝડપાઈ

સુરત શહેરના લસકાણામા લૂંટેરી દુલ્હન ઝડપાઈ છે. સુરતના લસકાણામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. દલાલ હસ્તક લગ્ન કરતા 1.70 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ રાજકોટ ખાતે સબંધીની ખબર કાઢવા જવા નીકળી હતી. થોડા દિવસમાં રાજકોટના જસદણ ખાતે અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો. પહેલા પતિને જાણ થતા લસકાણા પોલીસમા ફરિયાદ નોંધાવી. લસકાણા પોલીસે જસદણ ખાતેથી મહિલાની કરી ધરપકડ. લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો. લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર