બુધવાર, ડિસેમ્બર 18, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટહિન્દી ફિલ્મ 'સંતોષ'ને ઓસ્કારમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી, જાણો શું છે આ ફિલ્મની...

હિન્દી ફિલ્મ ‘સંતોષ’ને ઓસ્કારમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી, જાણો શું છે આ ફિલ્મની સ્ટોરી

Oscars 2025: આ વખતે ઓસ્કાર 2025માં એક હિન્દી ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જો કે આ આમિર ખાનની મિસિંગ લેડીઝ નથી, પરંતુ તેને યુકેએ બનાવી છે. આવો જાણીએ આ ફિલ્મ વિશે.

સંતોષ એ એક હિન્દી ભાષાની ફિલ્મ છે જેનું નિર્માણ યુકે દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ઓસ્કાર 2025માં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં સ્થાન મળ્યું છે.

સંતોષને બ્રિટિશ ભારતીય ફિલ્મ સર્જક સંધ્યા સૂરીએ બનાવી છે. આ ફિલ્મ યુકે, ભારત, જર્મની અને ફ્રાન્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહ-નિર્માણ છે.

સંધ્યા સૂરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક યુવાન હિન્દુ વિધવાની આસપાસ ફરે છે, જેનું પાત્ર શહાના ગોસ્વામીએ ભજવ્યું છે, જેને પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેના પતિની નોકરી વારસામાં મળે છે.

સંસ્થાકીય ભ્રષ્ટાચાર સામે ઝઝૂમતાં જ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દલિત યુવતીની ઘાતકી હત્યાની તપાસ કરવાની જવાબદારી તેને મળે છે.

તમને જણાવી દઈએ કે સંતોષનો પ્રીમિયર ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યો છે. તેને હજુ સુધી ઓટીટી પર રિલીઝ કરવામાં આવી નથી.

પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકેડમીની શોર્ટલિસ્ટની એક ઝલક શેર કરતા શહાના ગોસ્વામીએ કેપ્શનમાં લખ્યું છે કે, “અમારી ફિલ્મ સંતોષ માટે આ નાનકડી ઓળખ માટે ટીમ, ખાસ કરીને અમારી લેખક-દિગ્દર્શક સંધ્યા સુરી માટે ખૂબ જ ખુશ છું! ૮૫ ફિલ્મોમાંથી શોર્ટલિસ્ટ થવું કેટલું અવિશ્વસનીય છે? જેમણે તેને પસંદ કર્યું, ટેકો આપ્યો અને મત આપ્યો તે દરેકનો આભાર.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર