મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

HomeરાજકોટRajkot Breaking નશાની હાલતમાં દિલ જલીત અકસ્માત સર્જાયો જાણો કોટેચા ચોકનો સમગ્ર...

Rajkot Breaking નશાની હાલતમાં દિલ જલીત અકસ્માત સર્જાયો જાણો કોટેચા ચોકનો સમગ્ર મામલો

1-10-2024 રાજકોટના કોટેચા ચોકમાં ફોર્ચ્યુનર ચાલકે અનેક વાહનોને ટક્કર મારી, રાજકોટના કોટેચા ચોકમાં ફોર્ચ્યુનર ચાલકે અનેક વાહનોને ટક્કર મારતા પોલીસે કારના ચાલકની ધરપકડ કરી હતી, ચાલક નશામાં હતો કે કેમ તે જાણવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બનાવ અંગે આસપાસના લોકો એકઠા થયા હતા.

રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાળા કલરની ફોર્ચ્યુનર કારના ચાલકે બેદરકારીથી અકસ્માત સર્જી 8 થી 9 જેટલા વાહનોને ટક્કર મારી હતી જેના કારણે 5 થી 6 લોકો ઘાયલ થયા હતા અને વાહનોને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત સર્જનાર કારનો ચાલક હિરેન પ્રસાદીયા હોવાનું બહાર આવ્યું છે જે નશાની હાલતમાં હોવાનું માલવીયાનગર પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ભારત-ચીનમાં તણાવનો અંત! આજે દિવાળી પર બંને દેશોના સૈનિકો એકબીજાને મીઠાઈ આપી

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે ફોર્ચ્યુનર કારના ચાલકે બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. શહેરના હાર્દસમા એવા કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોકડી પાસે રાત્રે 11 વાગ્યાના સુમારે ટ્રાફિકથી ધમધમતા કાળા રંગની ફોર્ચ્યુન કારના ચાલકે અકસ્માત સર્જી આઠથી નવ જેટલા વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે વાહનોની તિરાડ પડી હતી. નુકસાન થયું હતું, પરંતુ તે જ સમયે, 6 થી 7 લોકો ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ અકસ્માતને કારણે એક કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને બાદમાં પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી અકસ્માત સર્જી ફોર્ચ્યુનર કાર GJ.18.BJ.9999 ના ચાલકને માલવીયા નગર પોલીસે સ્થળ પરથી અટકાયતમાં લઇ પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. પોલીસ તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર ડ્રાઈવરનું નામ હિરેન પ્રસાદીયા હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળે હાજર લોકોનો આરોપ છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો, જો કે, તે નશાની હાલતમાં હતો કે કેમ તેની ચકાસણી કરવા માટે પોલીસ મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તહેવારોના સમયમાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડવામાં બિનઅસરકારક પુરવાર થઈ છે. છેલ્લા 3 દિવસથી શહેરના તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલતી પોલીસ આવા ગુનેગારો સામે કેમ મૌન છે તે સૌથી મોટો પ્રશ્ન છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર