રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ક્ધસલ્ટન્સી એજન્સી દ્વારા 15 સર્કલોનો સર્વે પૂર્ણ: બીજા ફેઝમાં વધારાના 16 સર્કલનો સર્વે કરાશે : કોટેચા ચોકમાં ખાસ મહત્વના ફેરફાર નહીં
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ કરવા મહાકાય સર્કલો નાના કરવા અને જરૂર પડે તેવા સર્કલો રદ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યા બાદ એજન્સી દ્વારા પ્રથમ ફેઝમાં શહેરના 15 સર્કલોનો ડીટેલ રિપોર્ટ તંયાર કરીને કમિશનર આનંદ પટેલને સુપરત કરવામાં આવ્યો છે. આમાં કટારીયા ચોકડી અને બેડી સર્કલ બ્રીજ હોવાના કારણે રદ કરવામાં આવ્યા છે. જ્યારે, કોટેચા ચોક, કિશાનપરા ચોક જિલ્લા પંચાયત ચોક સહિતના નવ સર્કલોની ડિઝાઇનમાં ફેરફાર સુચવવામાં આવ્યો છે. મવડી, જેટકો, જડુસ રૈયાચોક ઓવરબ્રીજના રિપોર્ટ હવે પછી રજુ કરવામાં આવશે. સ્પીડવેલ સર્કલ નવી ડિઝાઇન મુજબ મોટો કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના સર્કલો તબક્કાવાર સુચવ્યા મુજબ રી ડીઝાઇન કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ આવેલા ટ્રાફિક સર્કલોની રિડીઝાઇન માટે ડીટેલ સર્વે માટે સુરત સ્થિત એસવીએનટી સંસ્થાને ક્ધસલ્ટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ સંસ્થાના અનુભવી ડિઝાઇનરો દ્વારા પ્રથમ ફેઝમાં શહેરના 15 સર્કલોનો ડીટેઇલ એન્જિનિયરીંગ સર્વે કરવામાં આવ્યો હતો. આમાંથી 11 સર્કલોનો કમિશનરને ડીટેઇલ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં બેડી ચોક અને કટારીયા ચોક સર્કલ રદ કરાયા છે. જ્યારે સ્પીડવેલ સર્કલમાં નડતરરૂપ ભાગ અગાઉથી દુર કરાયો હાય આ સર્કલમાં ફેરફાર કરાશે નહીં . મહાનગરપાલિકા દ્વારા બેડીચોક અનેે કટારીયા ચોકમાં ટ્રાફિક આાર્યલેન્ડ માટે સુચવાયું હતું પણ, આ બન્ને સ્થળે બ્રીજ બનનારા હોય ટ્રાફિક આર્યલેન્ડથી ટ્રાફિક સમસ્યાા વધી શકે તેમ હોય આ સ્થળે કોઇ ફેરફાર કરવામાં નહીં આવે. જ્યારે અન્ય નવ સર્કલમાં હયાત ડિઝાઇનમાં ફેરફાર સુચવવામાં આવ્યા છે. આ 15 સર્કલમાંથી હજી મવડી સર્વોદય સ્કૂલ, જેટકો ચોકડી, જડુસ રેસ્ટોરન્ટ ઓવરબ્રીજ નીચેનો ચોક અને રૈયા ચોક ઓવરબ્રીજ નીચેના સર્કલનો રિપોર્ટ હજી સબમીટ કરાયા નથી. એજન્સી દ્વારા બીજા ફેઝમાં 16 સર્કલોનો સર્વે કરવામાં આવશે.
એજન્સીએ શું ફેરફાર સુચવ્યા ?
આ ફેરફાર મુજબ સ્પીડવેલ ચોકમાં ટ્રાફિક આર્યલેન્ડ પાછળ લઇ જઇને રસ્તામાં સુવિધા વધારાવા, સોરઠીયા વાડીમાં એક તરફ બગીચો અને બીજી તરફ આર્યલેન્ડ હોય આયલેન્ડના સેન્ટરમાં ફેરફાર કરવા, સ્વામિનારાયણ સર્કલમાં સેન્ટર પોઇન્ટ નાનો કરવા, જિલ્લા પંચાયત ચોકમાં સર્કલ એકથી દોઢ મીટર મોટું હોય ટ્રાફિક આર્યલેન્ડ પાછળ લઇ જવાનુું સુચન કરાયું છે. આવીજ રીતે કિસાનપરા ચોકમાં ટ્રાફિક આર્યલેન્ડ પાછળ લઇ જઇને સાડા ત્રણ મીટર લેન વધારવા માટે સુચન કરાયું છે. કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલથી કોટેચા ચોક તરફ આવતા ડાબાહાથે યુટર્ન લઇ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવાનું અને મોકાજી સર્કલ પાસે રાઉન્ડ સર્કલ ઇંડાઆકારનું બનાવવાનું સુચન કરાયું છે.
હવે શહેરનાં કેકેવી સર્કલ, રૈયા ટેલિફોન એક્સચેન્જ સહિત 16 સર્કલોનો સર્વે હાથ ધરવામાં આવશે
એજન્સી દ્વારા હવે બાકી રહેતા 16 સર્કલોનો સર્વે કરવામાં આવશે. આમાં ઇસ્ટઝોનમાં ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ, આાજીડેમ સર્કલ ભાવનગરરોડ પારેવડી ચોક કુવાડવા રોડ, સેન્ટ્રલ ઝોનમાં એસ્ટ્રોન ચોક ટાગોર માર્ગ, રેસકોર્સ રીંગરોડ પોલીસ હેડક્વાર્ટર સર્કલ, એેઇમ્સ રોડ માધાપર રોડ જંકશન, ભક્તિનગર સર્કલ 80 ફૂટ રોડ, વેસ્ટઝોનમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ 150 ફૂટ રીંગરોડ, નાણાવટી સર્કલ 150 ફૂટ રીંગરોડ, મહાપુજાધામ ચોક 150 ફૂટ રીંગરોડ, નાનામવા સર્કલ 150 ફૂટ રીંગરોડ, કેેકેવી સર્કલ કાલાવડ રોડ, માનવ સર્કલ જુનો યુનિ. રોડ પોસ્ટ ઓફિસ પાસે, જે કે. ચોક પુષ્કરધામ મેઇન રોડ, આકાશવાણી ચોક યુનિ. રોડ અને પંચાયત ચોક યુનિ. રોડનો સર્વે કરવામાં આવશે.