રવિવાર, જૂન 29, 2025

ઈ-પેપર

રવિવાર, જૂન 29, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજ્યના 171 તાલુકાઓમાં મેઘમહેર, દ્વારકામાં ધમાકેદાર એન્ટ્રી

રાજ્યના 171 તાલુકાઓમાં મેઘમહેર, દ્વારકામાં ધમાકેદાર એન્ટ્રી

પાછલા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં નોંધાયો છે, જ્યાં સમગ્ર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. કચ્છના માંડવીમાં પણ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 15થી વધુ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો માટે ખુશીની વાત બની છે.દ્વારકાની વાત કરીએ તો અહીં મોડી રાતથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. વહેલી સવાર સુધી વરસાદ યથાવત રહ્યો હતો. ઓખા, બેટ દ્વારકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી આપી હતી. આજે દ્વારકામાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પરિણામે કેટલાક વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી અનુભવી પડી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર