સાબરકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે મોટો વિવાદ ઊભો થયો છે. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકની ચેરમેન હંસાબેન પટેલ સામેનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપે સામે આવ્યો છે.
રાજ્યના અધિક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે હંસાબેન પટેલે ખોટી રીતે સેવા સહકારી મંડળીમાં સભ્યતા મેળવી હતી, જેના આધારે તેઓ બેંકના ચેરમેન બન્યા હતા. આ મુદ્દે અનેક રજૂઆતો બાદ હવે અધિક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમને મંડળીના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ આદેશ પછી હિંમતનગર સહિતના સહકારી આગેવાનોએ તાત્કાલિક હંસાબેન પટેલને ચેરમેન પદેથી દૂર કરવા માટે ત્વરિત કાર્યવાહી થાય તે માટે દબાણ વધાર્યું છે. હવે જોવું રહ્યું કે બેંક દ્વારા આ આદેશ પર કેટલા ઝડપથી અમલ કરવામાં આવે છે.આ મુદ્દો સહકારી ક્ષેત્રમાં નિયમોનાં પાલન મુદ્દે મહત્વપૂર્ણ સંકેતો આપે છે અને આગામી સમયમાં વધુ રાજકીય દાવપેચ ઊભા થઈ શકે છે.