મંગળવાર, નવેમ્બર 12, 2024

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમહારાષ્ટ્રથી દેશી પિસ્તોલ અને કાર્ટીસ ખરીદી રાજકોટમાં સીન-સપાટા કરે તે પૂર્વે જ...

મહારાષ્ટ્રથી દેશી પિસ્તોલ અને કાર્ટીસ ખરીદી રાજકોટમાં સીન-સપાટા કરે તે પૂર્વે જ લાલપરી નદીના બ્રિજ પાસેથી ચાર ઝડપાયા

એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કામળીયાની ટીમની સચોટ બાતમી

(આઝાદ સંદેશ) રાજકોટ : અમદાવાદથી રાજકોટ તરફ આવતા હાઇ-વે ઉપર લાલપરી નદીના પૂલ પાસેથી ગઇકાલે મોડીરાત્રે એસઓજીએ દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ સાથે ફ્રૂટનો ધંધો કરતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ તમામને એસઓજીએ એક દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ આગળ ધપાવી છે. પૂછપરછમાં મધ્યપ્રદેશથી હથિયાર લઇ આવ્યાની કબૂલાત આપી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે.કામળીયા અને ટીમના કિશોર ઘુઘલ,જયદીપસિંહ ચૌહાણ સહિતનાઓ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે લાલપરી નદીના પૂલ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થયેલી સ્વીફટ કારને અટકાવી તલાશી લેતા અંદરથી દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા.જેને લઈ પોલીસે કારમાં બેઠેલા સંદીપ સુદામાભાઈ નાવાણી (ઉ.વ.32)અભય ઉર્ફે લાલો ચંદુભાઈ મારુનિયા (ઉ.વ.26)મયુર પ્રકાશભાઈ ટોલાણી (ઉ.વ.24) અને વિક્કી ઉર્ફે અજય સુરેશભાઈ વધવા (ઉ.વ.25)ની એસઓજીએ ધરપકડ કરી હથિયાર, કાર્ટીસ, કાર, ચાર મોબાઇલ કબ્જે કર્યા હતાં. વધુમાં મળતી વિગત મુજબ ચારેય આરોપીઓ ફ્રૂટનો ધંધો કરે છે. અલગ-અલગ એરિયામાં ફ્રૂટની લારી ચલાવે છે.દિવાળીની રજા હોવાથી મહારાષ્ટ્રના ભૂસાવડમાં ફરવા ગયા હતા. જ્યાં બે દિવસ રોકાયા બાદ મધ્યપ્રદેશની બોર્ડર પર આવતા કરનાલ ગામમાંથી આઝાદસિંગ નામના શખ્સ પાસેથી સંદીપે રૂા.25 હજારમાં દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસની ખરીદી કરી હતી. પૂછપરછમાં સંદીપે એમ કહ્યું છે કે તે સાધુ વાસવાણી રોડ ઉપર ફ્રૂટની લારી ચલાવે છે. અવારનવાર બીજા વેપારીઓ સાથે માથાકૂટ થતી હોવાથી હથિયારની ખરીદી કરી હતી. જેને કારણે બાકીના ત્રણ શખ્સો પણ આરોપી બની ગયા હતા.ઝડપાયેલા આરોપીઓમાંથી એકથી બે આરોપીનો ગુનાઇત ઇતિહાસ હોવાની માહિતી એસઓજીને મળી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર