મંગળવાર, નવેમ્બર 12, 2024

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅટલ સરોવરમાં નૌકા વિહાર શરૂ કરવા તખ્તો તૈયાર ?

અટલ સરોવરમાં નૌકા વિહાર શરૂ કરવા તખ્તો તૈયાર ?

નૌકા વિહાર ઉપરાંત ટોય ટ્રેન અને ફેરીસ વ્હીલની સુવિધા શરૂ કરવા સેફિટના ક્રાઇટ એરિયા રજુ કરવા એજન્સીને તાકીદ

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમા ટીઆરપી અગ્નિકાંડ બાદ શહેરના અનેક મહત્વના પ્રોજેક્ટ ફાયર સેફ્ટિના બહાને અટકી પડ્યા છે. થોડા સમય પહેલા વડોદરા પાસે હરણી તળાવમાં બોટ પલટી જતા શાળાના 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત નીપજ્યાની ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા નદી તળાવોમાં બોટિંગ પર પ્રતિબંધ ફરમાવી દેતા અટલ સરોવરમાં પણ નૌકાવિહાર થશે કે કેમ તે માટે પ્રશ્ર્નાર્થ સર્જાયો હતો. થોડા સમય પહેલા રાજ્ય સરકારે નૌકા વિહાર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે હવે અટલ સરોવરમાં પણ નૌકાવિહાર શરૂ કરવા સાથે ટોયટ્રેન અને ફેરીસ વ્હીલની સુવિધા ઝડપભેર ચાલું થાય તે માટે જરૂરી એવા ફાયરસેફ્ટિ સહિતના મુદ્દાઓના ક્રાઇટ એરિયા રજુ કરવા એજન્સીને આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છેે.
રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ શહેરના અનેક મહત્વના પ્રોજેક્ટ્સને બ્રેક લાગી ગઇ છે. અટલ સરોવર શરૂ થયા બાદ તેમાં નૌકાવિહાર શરૂ કરવા તેમજ ટોય ટ્રેન અને ફેરીસવ્હીલ જેવી સુવિધાઓ પણ શહેરીજનોને મળતી થાય તે માટે આર એન્ડ બીના સેફ્ટિ સર્ટિફિકેટ મેળવવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા પાસે શાળાના પ્રવાસ દરમિયાન હરણી તળાવમાં બોટ ઉંધી વળી જતાં રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં નૌકાવિહાર પર પ્રતિબંધ મુકી દેતા અટલ સરોવરમાં પણ નૌકા વિહારની સુવિધા પર પુર્ણ વિરામ મુકાઇ ગયું હતું. બીજી તરફ ફેરીસ વ્હીલ જેવી સુવિધાઓ શરૂ કરવા માટે પણ આર એન્ડ બીનું સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ મહત્વનુ બનાવી દેવાતા લોકમેળામાં પણ ફજેતફાળકા શરૂ કરી શકાયા નહોતા. એમ અટલ સરોવરમાં પણ ફેરીસ વ્હીલના વ્હીલ શરૂ કરી શકાયા નહોતા. રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે ફાયર સેફ્ટિ ફોર રાઇડ્સ એન્ડ ગેમઝોન સેફ્ટિ કમિટી બનાવી નોટિફિકેશન દ્વારા સેફ્ટિના ક્રાઇટ એરિયા જાહેર ર્ક્યા છે. આ કમિટીમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એ.સી.પી. ઉપરાંત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, ત્રણેય ઝોનના ડે. કમિશનરો, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેરનો સમાવેશ કરાયો છે. ત્યારે અટલ સરોવરનું સંચાલન કરતી એજન્સીને અટલ સરોવરમાં નૌકાવિહાર શરૂ કરવા તેમજ ટોય ટ્રેન, ફેરીસ વ્હીલની સુવિધા ઉભી કરવા માટે ક્રાઇટ એરિયા રજુ કરવા આદેશ ર્ક્યો છે. લ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર