ગુરુવાર, નવેમ્બર 14, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકાળીપાટ ગામે છેલ્લા બે વર્ષથી ખેતીમાં ઉપજ નહીં આવતા ખેડૂત વિઠ્ઠલભાઈ મકવાણાનો...

કાળીપાટ ગામે છેલ્લા બે વર્ષથી ખેતીમાં ઉપજ નહીં આવતા ખેડૂત વિઠ્ઠલભાઈ મકવાણાનો ફાંસો ખાઈ આપઘાત

આર્થિક ભીંસથી કંટાળી ગયેલા વૃદ્ધે અંતિમ પગલું ભરી લીધું : બિમારીથી કંટાળી હીનાબેન પાનસરા (ઉ.વ.46)નો ફાંસો ખાઇ આપઘાત

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના કાળીપાટ ગામમાં ખેડૂતે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. છેલ્લા બે વર્ષથી ખેતીમાં ઊપજ બરાબર નહીં થતાં આર્થિક સંકડામણથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.જ્યારે કે, શહેરમાં 150 ફૂટ રિંગ રોડ નજીક મૌલિક ટાઉનશિપમાં રહેતી મહિલાએ પોતાના ઘેર બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે.
મળતી માહિતી મુજબ કાળીપાટ ગામે રહેતા વિઠ્ઠલભાઈ નાનજીભાઇ મકવાણા (ઉ. 65) એ પોતાના ઘેર પંખાના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બહારથી ઘેર આવેલા તેના પુત્રને પિતાની લાશ લટકતી જોવા મળી આવતા દેકારો કરતા પરિવારજનો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ ચુડાસમા તેમજ જયપાલભાઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસની તપાસમાં ખેતીકામ કરતા મૃતક વિઠ્ઠલભાઈને ત્રણ પુત્ર હતા જેમા બે પુત્રના અગાઉ અવસાન થયા હોવાનું તેમજ છેલ્લા બે વર્ષથી ખેતી કામમાં ઉપજ બરોબર નહીં થતા આર્થિક ભીંસમાં સપડાયા હોય પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
બીજા બનાવમાં મૌલિક ટાઉનશિપમાં રહેતા હીનાબેન મુકેશભાઈ પાનસરા (ઉ.46) તા.26-10 ના રોજ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ઠાકોર સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં હીનાબેનને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારી હોય અને સારવાર પણ ચાલુ હતી, પરંતુ સારૂ નહીં થતા કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર