ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનકલી ડોલરો વેચવા નીકળેલી ત્રિપુટી ભાડલા નજીકથી ઝડપાઇ

નકલી ડોલરો વેચવા નીકળેલી ત્રિપુટી ભાડલા નજીકથી ઝડપાઇ

રૂરલ એસઓજી પીઆઇ એફ.એ.પારઘીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મીયાત્રાની ટીમની કામગીરી

(આઝાદ સંદેશ),રાજકોટ: હાલના સમયમાં રાતોરાત ધનવાન થવાની લાલસાએ કેટલાય લોકોને ગેરકાયદે ધંધામાં ધકેલી દીધા હોવાનું રોજબરોજ સામે આવતું હોય છે ત્યારે પોલીસ પણ આવા શખસોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતી હોય છે. હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ સસ્તામાં ડોલર આપવાની લાલચે વેપારી સાથે છેતરપિંડી કરી નકલી ડોલર ધાબડી દેતી ત્રિપુટીને ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકે ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી દેવા સુચના આપી હોય જેને ઘ્યાને લઇ એસઓજી પીઆઇ એફ.એ.પારઘીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મીયાત્રાની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે ટીમના વિજય વેગડ સહીતના સ્ટાફને હ્યુમન સોર્સીસમાંથી મળેલ બાતમીના આધારે જસદણ કમળાપુર રોડ પર આવેલ બરવાળા ગામના પાટીયા પાસે રહેલી હોટલ નજીક શંકાસ્પદ ડોલરનો જથ્થો લઇ ત્રિપુટી આવી હોય જેથી ટીમે ઘસી જઇ ત્રણેયની તપાસ કરતા તેઓ પાસેથી 100 ડોલરની 94 નોટો તેમજ ભારતીય ચલણની રૂા.500ની 282 નોટો અને બે બાઇક તથા 6 મોબાઇલ ફોન મળી આવતા પોલીસે ત્રણેયની પુછપરછ કરી રૂા.2,02,000/-ના મુદામાલ સાથે ભાવેશ ઉગરેજીયા (ઉ.36), ચંદુ ઉગરેજીયા (ઉ.43) અને અજય ચુડાસમા (ઉ.30)ની અટકાયત કરી ત્રણેય પાસેથી શંકાસ્પદ ડોલર કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં તેઓએ કોઇને પણ આ ડોલર સસ્તામાં આપી શિકાર બનાવ્યા છે કે કેમ? તે અંગે તપાસ કરવા વધુ પુછપરછ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર