ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરવિવારથી લગ્નગાળો: મનપાના કોમ્યુનિટીહોલ જાન્યુઆરી પહેલા નહીં મળે!

રવિવારથી લગ્નગાળો: મનપાના કોમ્યુનિટીહોલ જાન્યુઆરી પહેલા નહીં મળે!

ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર સિસ્ટમના અભાવે 15 જેટલા કોમ્યુનિટી હોલ બંધ: અનેક ખાનગી કોમ્યુનિટી હોલમાં પુરતી ફાયર સિસ્ટમ ન હોવા છતાં ફાયરબ્રિગેડ સાથે ગોઠવણ કરીને આડકતરી વ્યવસ્થા કરી લીધાની ચર્ચા : ખાનગી કોમ્યુનિટી હોલ, જ્ઞાતિ સમાજની વાડીઓનું પુન: ચેકિંગ કરવું જરૂરી

(આઝાદ સંદેશ), રાજકોટ : દેવદિવાળીના પર્વ બાદ કમુર્તા પુરા થતા આગામી તારીખ 17 નવેમ્બરથી લગ્નસરાની સીઝન શરૂ થઇ રહીછે. પણ, ટીઆરપી અગ્નિકાંડ બાદ મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ મહાનગર પાલિકાની કેટલી મિલકતોમાં ફાયરસિસ્ટમ કાર્યરત છે તેનો સર્વે કરાવતા 600 બિલ્ડિંગોમાંથી 300 ફાયર સિસ્ટમ કે ફાયર એનઓસી વગરના હોવાનું ખુલતા આ તમામ બિલ્ડિંગોમાં જ્યાં સુધી ફાયર સિસ્ટમ પુર્ણત: કાર્યરત ન થાય ત્યાં સુધી બંધ રાખવા આદેશ કરતાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે સસ્તુ ભાડું અને સિધ્ધપુરની જાત્રા જેવા 15 કોમ્યુનિટી હોલને પણ તાળા લાગી ગયા છે. ત્યારે લગ્નસરાની સીઝન પહેલા ખાનગી કોમ્યુનિટી હોલ અને જ્ઞાતિ સમાજની અનેક વાડીઓના સંચાલકોએ ફાયરબ્રિગેડ સાથે અગાઉથી જ ગોઠવણ કરીને લગ્નસરાની સિઝનમાં કમાણી કરવા વ્યવસ્થા કરી લીધાની ચર્ચાએ જોર પકડ્યું છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની 300 બિલ્ડિંગોમાં ફાયર સિસ્ટમ અને ફાયર એનઓસી નહી હોવાનું ખુલતા આ તમામ બિલ્ડિંગોમાં ફાયર સિસ્ટમ નાખવા હાલમાં 15 કોમ્યુનિટી હોલ સહિત 37 મિલકતોમાં ફાયર સિસ્ટમની કામગીરી માટે ટેન્ડર બહાર પાડી એજન્સીઓને કામ પણ સોંપી દેવાયું છે. પણ, ખાસ કરીને આગામી તા. 17મીથી લગ્નસરાની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે મહાનગરપાલિકાના 15 જેટલા કોમ્યુનિટી હોલ ફાયર સિસ્ટમના અભાવે બંધ હોય લગ્ન સહિત નાના મોટા સમારોહ અને કાર્યક્રમો માટે આ તમામ હોલનું બુકિંગ બંધ કરી દેવાયું હોય ખાસ કરીને લગ્ન સમારોહ માટે ગરીબ અને સામાન્ય મધ્યમવર્ગ પરિવારોને મોંઘાભાવના કોમ્યુનિટી હોલ, મેરજ હોલ કે વાડી અને પાર્ટીપ્લોટના બુકિંગ કરવા પડ્યા છે.
બીજી તરફ અગ્નિકાંડ બાદ જોરશોરથી શરૂ થયેલી ઝુંબેશમાં ફાયર સિસ્ટમ અને એનઓસી વગરની મિલકતો સીલ કરવામાં મહાનગરપાલિકાએ આરંભે શુરા જેવી કામગીરી કરીને બાદમાં કામગીરીને છૂટછાટ કે મુદતના નામે ઢીલ આપી દીધી હતીે. તેનો લાભ લઇને અનેક ખાનગી કોમ્યુનિટી હોલ, મેરજ હોલ કે જ્ઞાતિ સમાજની વાડીઓમાં પુરતી ફાયર સિસ્ટમ કે એનઓસી ન હોવાછતાં પણ તેના સીલ ખોલી દેવાયા હતા. આ પછી ખાનગી કોમ્યુનિટી હોલના સંચાલકો અને જ્ઞાતિ સમાજની વાડીના સંચાલકોએ ફાયરબ્રિગેડ સાથે ગોઠવણ કરીને લગ્નસરાની સીઝનમાં કમાણી કરવા વ્યવસ્થા કરી લીધી છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકાએ તમામ ખાનગી કોમ્યુનિટી હોલ, મેરેજ હોલ અને જ્ઞાતિ સમાજની વાડીના સંચાલકોએ ફાયર સિસ્ટમના નિયમોનું પુરતું પાલન ર્ક્યું છે કે કેમ? તેનું ચેકિંગ કરવાની જરૂરી છે. ઉલ્લેખનીય છે કે લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં સમુહ એકઠો થતો હોય છે. ત્યારે જો ફાયર સિસ્ટમના અભાવે કોઇ દુર્ઘટના બને તો જાનહાની થવાની સંભાવના નકારી શકાતી નથી.

મનપાના આ કોમ્યુનિટી હોલનું જાન્યુઆરી પહેલા બુકિંગ નહીં થાય..!
વોર્ડ નં.1 નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ અને નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ
વોર્ડ નં. 2 ગુરૂ ગોવિંદસિંહ કોમ્યુનિટી હોલ
વોર્ડ નં. 4 કાંતિભાઇ વૈદ્દ કોમ્યુનિટી હોલ
વોર્ડ નં. 5 સંત શ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ અને પંડિત દિનદયાળ કોમ્યુનિટી હોલ
વોર્ડ નં. 7 અવંતીબાઇ લોઢી કોમ્યુનિટી હોલ અને એકલવ્ય કોમ્યુનિટી હોલ
વોર્ડ નં. 9 અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ
વોર્ડ નં.10 કવિ શ્રી અમૃતઘાયલ કોમ્યુનિટી હોલ
વોર્ડ નં.13 બેકબોન કોમ્યુનિટી હોલ અને ગુરૂ પ્રસાદ ચોક કોમ્યુનિટી હોલ
વોર્ડ નં.14 ડોે. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ
વોર્ડ નં.15 મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ
વોર્ડ નં.17 સદગુરૂ રણછોડદાસ કોમ્યુનિટી હોલ
( આ 15 કોમ્યુનિટી હોલ ઉપરાંત વોર્ડ નં. 9માં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ અને વોર્ડ નં. 5માં અટલ બીહારી બાજપાઇ ઓડિટોરીયમ હોલ પણ બંધ છે.)

સંબંધિત સમાચાર

તાજા સમાચાર