ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવિના સહકાર નહીં ઉધ્ધાર…નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલ વિજેતા બનતા આભાર વ્યક્ત...

વિના સહકાર નહીં ઉધ્ધાર…નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલ વિજેતા બનતા આભાર વ્યક્ત કર્યો

21 પૈકી તમામ બેઠક પર ભવ્ય વિજય : આઝાદ સંદેશની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં 1953થી આજદિન સુધીમાં પાંચ વખત ચુંટણી યોજાયેલી. તે પૈકી ચુંટણી 2024માં સંઘ વિચારધારા અને સામુહિક નેતૃત્વ હેઠળની સહકાર પેનલનો ભવ્ય વિજય થયો છે. મતગણતરી પૂર્ણ થયેલ ત્યારે સંઘ પ્રેરીત સહકાર પેનલના કુલ 15 ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થયેલા છે અને અગાઉ સહકાર પેનલના 6 (છ) ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા હોય રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 21 બેઠક ઉપર સહકાર પેનલનો ભવ્ય વિજયી બન્યા છે અને આ વિજય સંઘની વિચારધારા અને સંઘની શિસ્તનો વિજય છે. સાચી જ વાત છે વિના સહકાર નહિ ઉદ્ધાર.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી 2024માં સહકાર પેનલના 21 ડિરેક્ટરો વિજેતા હસમુખભાઈ ચંદારાણા 156 મત, માધવભાઈ દવે 158 મત, સીએ. ચંદ્રેશભાઈ ધોળકિયા 157 મત, અશોકભાઈ ગાંધી 152 મત, સીએ. બ્રિજેશભાઈ મલકાણ 150 મત, દેવાંગભાઈ માંકડ 160 મત, ડો. નરશીભાઈ જે. મેઘાણી 151 મત, કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા 154 મત, વિક્રમસિંહ પરમાર 151 મત, જીવણભાઈ પટેલ 154 મત, દિનેશભાઈ પાઠક 154 મત, ચિરાગભાઈ રાજકોટિયા 148 મત, જ્યોતિબેન ભટ્ટ 290 મત, કિર્તીદાબેન જાદવ 286 મત મળ્યા હતા.
ઉપરાંત બિનહરીફ વિજેતામાં : નવીનભાઈ પટેલ (રાજકોટ) (એસસી / એસટી અનામત), સુરેન્દ્રભાઈ પટેલ (અમદાવાદ), સીએ. દીપકભાઈ બકરાણીયા (મોરબી), મંગેશભાઈ જોશી (મુંબઈ), હસમુખભાઈ હિંડોચા (જામનગર), લલીતભાઈ વોરા (ધોરાજી). આ ચૂંટણીમાં મહિલા અનામત બે બેઠક માટે બહારગામ અને રાજકોટ શહેરના કુલ 332 મતદારોએ મતદાન કરેલ હતું અને બાકીની 13 બેઠક માટે 189 મતદારોએ મતદાન કરેલ હતું.
રાજકોટ નાગરીક સહકારી બેન્ક તેના ડેલીગેટ સાથે વાતચીતનો સેતુ વધુ ગાઢ બને તે માટે દર ત્રણ મહિને માર્ગદર્શક મંડળની મીટીંગ મળતી રહે છે. દરેક ડેલીગેટ સાથે દર ત્રણ મહિને માર્ગદર્શક મંડળની બેઠક દ્વારા વાર્તાલાપ; ડેલીગેટના સૂચનો; ફરિયાદોનું યોગ્ય નિવારણ અને બીજી મિટિંગમાં તેનું ફોલોઅપ રિપોર્ટિંગ માર્ગદર્શક મંડળમાં કરવામાં આવે છે. આ રીતે ડેલીગેટ પણ બેંકની નીતિવિષયક બાબતોમાં સક્રિય યોગદાન આપતા હોય છે.
આ ચૂંટણીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે 8 વર્ષ કરતા વધુ સમય બેંકમાં ડીરેક્ટર ન રહી શકે તે ધ્યાનમાં રાખીને પ્રવર્તમાન બોર્ડના 10 ડીરેક્ટર સર્વશ્રી જીમીભાઈ દક્ષિણી, શૈલેષભાઇ ઠાકર, નલીનભાઈ વસા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, ટપુભાઇ લીંબાસિયા, અર્જુનભાઇ શીંગાળા, હંસરાજભાઈ ગજેરા, દિપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઈ પારેખ ચૂંટણી લડેલ ન હતા. એટલું જ નહીં પરિવારવાદને પ્રોત્સાહન ન મળે તે માટે તેમના પરિવારમાંથી કોઈપણ બ્લડ રિલેશનવાળા ઉમેદવાર પણ પસંદ કરવામાં આવ્યા નથી. તેમ આઝાદ સંદેશની મુલાકાતમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર