પોરબંદરમાં 15.8 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં 16.4 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 17.4 ડિગ્રી, ભૂજમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન : આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા
(આઝાદ સંદેશ) રાજકોટ : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ધીમે પગલે શિયાળાનું આગમન થઇ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો નીચે સરકી રહ્યો છે જેના કારણે વહેલી સવારે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. સામાન્ય રીતે નવેમ્બર સાથે જ ફૂલગુલાબી ઠંડીનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. પરંતુ વર્ષે નવેમ્બર અડધે પહોંચ્યા બાદ વહેલી ઠંડીનો ચમકારાનો લોકો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન હવે 20 ડિગ્રીની નીચે પહોંચ્યું છે. દરમિયાન નલિયામાં આજે 14.1 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ રાજકોટ અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નીચે પહોંચ્યું છે. હવામાન વિભાગ મુજબ, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળો જામી રહ્યો છે. રાજ્યભરમાં દિવસેને દિવસે લઘુત્તમ તાપમાનનો પારો નીચે સરકી રહ્યો છે દરમિયાન રાજ્યમાં મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે પહોંચ્યું છે. ઉપરાંત મોડી રાતથી વહેલી સવારે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. નલિયામાં આજે 14.1 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે. આ સિવાય પોરબંદરમાં 15.8 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં 16.4 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 17.4 ડિગ્રી, ભૂજમાં 18 ડિગ્રી, અમદાવાદમાં 18.6 ડિગ્રી, ભાવનગરમાં 19 ડિગ્રી અને કંડલામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અત્રે નોંધનીય છે કે, આ વખતે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ઠંડીનું આગમન મોડું થયું છે. સામાન્ય રીતે નવેમ્બર સાથે જ ફૂલગુલાબી ઠંડીનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. પરંતુ વર્ષે નવેમ્બર અડધે પહોંચ્યા બાદ વહેલી ઠંડીનો ચમકારાનો લોકો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.