મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીએ ભોપાલમાંથી એમડી ડ્રગ્સનો રૂ.1819 કરોડનો જથ્થો જપ્ત...

ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીએ ભોપાલમાંથી એમડી ડ્રગ્સનો રૂ.1819 કરોડનો જથ્થો જપ્ત કર્યો

એમડી ડ્રગ્સના કેસમાં પાંચ વર્ષની સજા કાપ્યા બાદ આરોપીએ તેના મિત્ર સાથે મળીને ભોપાલમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરી શરૂ કરી’તી

(આઝાદ સંદેશ), ગાંધીનગર : ગુજરાત એટીએસના અધિકારીઓએ શનિવારે ભોપાલ જીઆઇડીસીમાં નાર્કોટીંક્સ કંટ્રોલ બ્યુરોના દિલ્હી યુનિટ સાથે દરોડો પાડીને એમડી ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સનો રૂપિયા 1819 કરોડનો જથ્થો જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસના અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે આશરે દોઢ મહિના સુધી સર્વેલન્સ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, એન્ટી ટેરેરીઝમ સ્ક્વોડ ગુજરાતના ડીવાયએસપી એસ એલ ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે ભોપાલમાં આવેલા બગરોડા જીઆઇડીસી સ્થિત એક મેડીસીન મેન્ક્ફેક્રીંગ યુનિટની આડમાં અમિત ચતુર્વેદી અને સનયાલ બાને નામના વ્યક્તિ મોટાપ્રમાણમાં મેફેડ્રોન (એમ ડી) ડ્રગ્સ તૈયાર કરવાનું કામ કરે છે. જે બાતમીને આધારે દિલ્હી એનસીબીની ટીમ સાથે મળીને શનિવારે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં અમિત ચતુર્વેદી (રહે.કોટરા, સુલતાનબાદ રોડ, ભોપાલ) અને સનયાલ પ્રકાશ બાને (રહે. પ્રભુ એટન્લાટીસ,નાસીક) ઉપરાંત, પાંચ કામદારો મળી આવ્યા હતા. અધિકારીઓ તપાસ કરતા ત્યાંથી એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટેનું મટીરિયલ અને 907 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે લીક્વીડ અને સોલીડ ફોર્મમાં હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 1819 કરોડ રૂપિયા હતી. આ અંગે એટીએસના ડીઆઇજી સુનિલ જોષીએ જણાવ્યું હતું કે સનયાલ બાને વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશનની હદમાંથી એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે પકડાયો હતો. જે કેસમાં તેને પાંચ વર્ષની સજા થઇ હતી. જેલમાંથી છુટયા બાદ તેણે અમિત ચતુર્વેદીને મળીને દવાની ફેક્ટરીની આડમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરી શરૂ કરવા સાત મહિના પહેલા 2500 વારની જગ્યા ધરાવતો શેડ ભાડે લીધો હતો અને ચાર મહિના પહેલા એમ ડી તૈયાર કરવા માટેનું રો મટિરીયલ મોટાપાયે ખરીદીને ડ્રગ્સ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. જેની ક્ષમતા સપ્તાહમાં 50 કિલો સુધી ડ્રગ્સ તૈયાર કરવાની હતી.
ઝડપાયેલા સનયાલ બાને અને અમિત ચતુર્વેદીની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સનયાલ એમડી નેટવર્કથી માહિતગાર હતો. જેથી તે તૈયાર ડ્રગ્સ સપ્લાય કરવાથી માંડીને કાચો માલ વેચાણ કરતા માફિયા સાથે ડીલ કરવાની જવાબદારી ઉઠાવતો હતો. જ્યારે અમિત ચતુર્વેદી એમડી ડ્રગ્સ તૈયાર કરવામાં માસ્ટરી ધરાવતો હતો. જેથી સનયાલે જેલમાંથી છુટીને અમિત સાથે ડ્રગ્સનો કારોબાર ભાગીદારમાં શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેમણે મહારાષ્ટ્ અને મધ્યપ્રદેશમાં કેટલાંક ડ્રગ્સ માફિયાઓને એમડી ડ્રગ્સનો મોટો જથ્થો તબક્કાવાર સપ્લાય કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે એટીએસના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર