અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાથી રાહત છે. પરંતુ તેમ છતાં વરસાદ પીછો છોડતો હોય તેમ લાગતું નથી. હવામાન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના સાથે વાવાઝોડાની ગતિવિધિ થશે. આ સિવાય જાણી લો પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી ખાસ ભવિષ્યવાણી.
ફોરકાસ્ટર અંબાલાલ પટેલની તાજેતરની આગાહી મુજબ, ગ્રહોને જોતા બંગાળની ખાડીમાં તોફાન થવાની સંભાવના છે. 17 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. ગુજરાતમાં 22મી ઓક્ટોબર સુધી વરસાદ પડશે. દિવાળીની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની સંભાવના છે. 29મી નવેમ્બરથી 3જી ડિસેમ્બર સુધી ઠંડી શરૂ થશે. આ વર્ષે મહિનો વધુ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. તે 24 થી 48 કલાકમાં મજબૂત બની શકે છે અને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. તે પછી તે ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર છે. આ લો પ્રેશર હજુ વધુ મજબૂત બને તેવી શક્યતા છે. જો બંગાળની ખાડીમાંથી લો પ્રેશરની અસર થશે તો સ્થિતિ વધી શકે છે.