ચકાભાઇ પડાયાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું, ‘હું મારી રીતે પગલું ભરું છું, આની માટે કોઇ જવાબદાર નથી’
(આઝાદ સંદેશ),રાજકોટ: એરપોર્ટ ફાટક પાસે રાજદીપ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પ્રિન્સીપાલએ ગઇકાલે રાત્રે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેની પાછળનું કારણ પોલીસને જાણવા મળ્યું નથી. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આ બનાવ અંગે તપાસ કરનાર પીએસઆઇ પી.બી.પટેલે જણાવ્યું હતું કે, મૃતક ચકાભાઇ ગોબરભાઇ પડાયા (ઉ.72)એ ઘરે લોખંડની એંગલમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. મૃતકે લખેલી એક સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં એવું લખ્યું છે કે હું મારી રીતે આ પગલું ભરૂ છું, આની માટે કોઇ જવાબદાર નથી. જેને કારણે આપઘાત પાછળનું કોઇ ચોક્કસ કારણ પોલીસને જાણવા મળ્યું નથી. મૃતક અગાઉ સ્કૂલમાં પ્રિન્સીપાલ હતા, હાલ નિવૃત્ત જીવન જીવતા હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે.