ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસફાઇ કામગીરીના ખાનગીકરણમાં ટેન્ડર પ્રોટોકોલ કમિટીના નિયમો જ નેવે મુકાયા !

સફાઇ કામગીરીના ખાનગીકરણમાં ટેન્ડર પ્રોટોકોલ કમિટીના નિયમો જ નેવે મુકાયા !

મહાનગરપાલિકા પર આર્થિક બોજ ન આવે તે માટે સામાન્ય ટેન્ડરોમાં પણ 30 ટકા ઓન મંજૂર થતા નથી ત્યારે સફાઇ કામગીરીના ખાનગી કરણમાં 33 ટકા ઓન હોવા છતાં શા માટે રીટેન્ડરની પ્રક્રિયા કરવામાં ન આવી..?

(આઝાદ સંદેશ),રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સ્વચ્છતા કામગીરીનું ખાનગીકરણ કરવા શહેરના તમામ ઝોનના 18 વોર્ડમાં મીની ટીપરવાન સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિતની કામગીરી માટે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આપવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તનો પુરતો અભ્યાસ ર્ક્યા વગર જ ગઇકાલે મળેલી બેઠકમાં દરવર્ષે રૂ. 111 કરોડ અને દસ વર્ષ માટે આશરે રૂ. 1100 કરોડનો ખર્ચ સાથેની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી હતી. આ સામે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુકલે વાંધો ઉઠાવ્યો હતો. પણ, દસ વર્ષની લાંબા ગાળાની આ યોજનામાં એજન્સીઓ દ્વારા એસ્ટિમેન્ટ કોસ્ટ કરતાં 33 ટકા વધુ ભાવ ભર્યા હોવાછતાં મહાનગરપાલિકાએ પોતે જ ઘડેલા નિયમો ભુલી જઇ એક જ ઝાટકે ત્રણેય ઝોનના ટેન્ડર મંજૂર કરી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેના ત્રણેય ઝોનના 18 વોર્ડમાં મીની ટીપર વાહનો મારફતે મારફતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની ઓપરેશન તથા મેઇન્ટેનન્સની તથા 1પ0નોે પ્લાન્ટ કે.એસ. ડીઝલ પાસેના, રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે બનાવવા, તેમજ તેના ઓપરેશન તથા મેઇન્ટેનન્સની 10 વર્ષ માટેની કામગીરી કરવાનો કરાર એજન્સીઓ સાથે કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની ઓપરેશન તથા મેઇન્ટેનન્સની કામગીરી તથા 150ના પ્લાન્ટના ઓપરેશન તથા મેઇન્ટેનન્સની કામગીરી કોન્ટ્રાકટ શરૂ થયાની તારીખથી 10વર્ષ માટે 150પ્લાન્ટના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટીંગ સહિતની કામગીરી માટે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવે તેમાં એસ્ટિમેન્ટ કોસ્ટ (અંદાજીત ખર્ચ) મુકવામાં આવતો હોય છે. પણ, એજન્સીઓ દરેક ટેન્ડર ઓન સાથે ભરતા હોય એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોની રીંગ તોડવા અંદાજીત ખર્ચ કરતાં 27 ટકાથી વધુ ઓન આવે તો ટેન્ડર નામંજૂર કરીને રીટેન્ડર કરવામાં આવે છે.
મહાનગરપાલિકા ઉપર આર્થિક બોજ ન આવે અને એજન્સીઓ કે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ન ચલાવે તે માટે મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રોટોકોલ કમિટી બનાવી છે. ત્યારે દસ વર્ષના કોન્ટ્રાક્ટ સાથેના ટેન્ડરમાં મહાનગરપાલિકાએ એસ્ટિમેન્ટ કોસ્ટ જાહેર કરી હતી કેમ ? એજન્સીઓને એસ્ટિમેન્ટ કોસ્ટ આપ્યા વગર જ ટેન્ડર મંજૂર કરી દેવાયું છે ત્યારે મહાનગરપાલિકાએ પોતેજ ઘડેલા પ્રોટોકોલ કમિટીના નિયમોનું પાલન થયું છે કે કેમ ? તેની તપાસ કરાયા વગર જ સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. 1100 કરોડની દરખાસ્ત મંજૂર કરી દીધી છે.
સામાન્યરીતે મહાનગરપાલિકાના મોટા પ્રોજેક્ટના ટેન્ડરોમાં 27 ટકાથી વધુ ભાવ આવ્યા હોય તો ટેન્ડર પ્રોટોકોલ કમિટી દ્વારા ટેન્ડર ના મંજૂર કરવામાં આવે છે.
આ કિસ્સામાં 30 થી 33 ટકા વધુ ભાવ આવ્યા છે આમછતાં મહાનગરપાલિકાએ પોતાની કમિટીના નિયમો નેવે મુકીને રીટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે એક જ ઝાટકે ટેન્ડર મંજૂર કરી દેવા પાછળનો ઇરાદો શું ? એજન્સીઓને ખાસ કિસ્સામાં પ્રોટોકોલ કમિટીના નિયમોમાંથી છૂટછાટ આપવા પાછળનો ઇરાદો શું ? તેની તપાસ કે ચકાસણી ર્ક્યા વગર જ સ્ટેન્ડિંગ કમિટીએ આ મહાકાય દરખાસ્ત મંજૂર કરી દીધી છે.

સ્વચ્છ ભારત મિશન કામગીરી માટે સરકારે કોઇ માર્ગદર્શિકા જાહેર કરી જ નથી…!

દરમિયાન મહાનગરપાલિકામાં કર્ણોપકર્ણ સાંભળવા મળેલી વિગતો મુજબ સ્વચ્છ ભારત મિશનની કામગીરી માટે સરકાર દ્વારા કોઇ જ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરી નથી. મહાનગરપાલિકાએ પોતાની જ રીતે માર્ગદર્શિકા ઘડીને દસ વર્ષના લાંબા ગાળા માટે 1100 કરોડ રૂપિયાનુ ટેન્ડર જાહેર ર્ક્યું છે.

દસ વર્ષે ખર્ચ 1100 કરોડ નહીં 1600 કરોડે પહોંચશે !

મહાનગરપાલિકાએ સફાઇ ઝુંબેશ અને મીની ટીપરવાન દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે પ્રથમ વર્ષે રૂ. 1100 કરોડનો ખર્ચ મંજૂર ર્ક્યો છે. ત્યારબાદ દસ વર્ષ સુધી પ્રતિવર્ષ તેમાં પાંચ ટકાનો વધારો થશે.આ મુજબ બીજા વર્ષે 1200 કરોડ, ત્રીજા વર્ષે 1300 કરોડ એમ દર વર્ષે પાંચ ટકા વધશે આ મુજબ દસ વર્ષે આ ખર્ચ વધીને રૂપિયા 1600 કરોડે પહોંચશે. આ વાસ્તવિક આંકડા પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સ્ટેન્ડિંગ કમિટીથી છૂપાવ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર