દિનેશ બાવીસી (ઉ.49) કાપડનો વેપાર કરતા હોય મીત્રની દુકાને માલ દેવા માટે ગયા’તા
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલ મીત્રની દુકાને માલ દેવા માટે ગયેલા વેપારી આધેડ બેભાન થઇ જતા તેને સિવિલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ જયરાજ પ્લોટ-8માં રહેતા દિનેશભાઇ નરેશભાઇ બાવીસી (ઉ.49) આજે સવારે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમની સામે બિઝનેસ ટર્મિનસ કોમ્પલેક્ષમાં આવેલ ટોપ ટેઇલર સિલેક્શન નામની દુકાને બેભાન થઇ જતા સારવાર માટે સિવિલમાં ખસેડાતા મૃત જાહેર કરાયા હતા. આ બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક દિનેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના અને અપરિણીત હતા. તેઓ વોરાવાડમાં નરેન્દ્ર એન્ડ કંપની નામને દુકાન ધરાવે છે અને કાપડનો વેપાર કરે છે. પોતાના મોટા ભાઇ સાથે રહેતા દિનેશભાઇ યાજ્ઞિક રોડ પર મીત્રની દુકાને માલ દેવા માટે ગયા હોય ત્યાં બેભાન થઇ ગયા હતા આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જંક્શન પ્લોટ હંસરાજનગર-5માં રહેતા મુકેશભાઇ રતિલાલ ચાવલીયા (ઉ.37) જામનગર રોડ પર ઇશ્ર્વરીયા પોસ્ટ પાસે મીત્ર રોહીતની વાડીએ હોય ત્યારે ઝેરી ધાતુનું ડબલુ મોઢા પર પડતા પ્રવાહી મોઢામાં જતા તેને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્રીજા બનાવમાં નવાગામ પોલીસ ચોકીની સામે આવાસ ક્વાર્ટરમાં રહેતા અલ્કાબેન રમેશભાઇ વાડોદ્રા (ઉ.40) ગત રાત્રે પોતાના ઘરે એસીડ પી જતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં પુછપરછ દરમિયાન દંપતિ વચ્ચે ઝઘડો થતા તેણે એસીડ પી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે બી ડિવી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.