મંગળવાર, નવેમ્બર 12, 2024

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છનવનિયુક્ત 8 આઈપીએસનું નવી ડીવાયએસપીની જગ્યાઓ પર એએસપી તરીકે પોસ્ટિંગ

નવનિયુક્ત 8 આઈપીએસનું નવી ડીવાયએસપીની જગ્યાઓ પર એએસપી તરીકે પોસ્ટિંગ

રાજકોટ ગ્રામ્યમાં નવા ઉભા કરાયેલ ધોરાજી ડિવિઝનમાં હવેથી આઈપીએસ સિમરન ભારદ્વાજ એએસપી તરીકે ચાર્જ સંભાળે

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજ્યના ગૃહ વિભાગે નવનિયુક્ત 8 આઈપીએસ અધિકારીને પોસ્ટિંગ ફાળવ્યું છે. તેના માટે નવી જગ્યાઓ ઉભી કરાઈ છે. જેમાં રાજકોટ જિલ્લામાં નવા એએસપી મુકાયા છે. જેને લઈ આઈપીએસ સિમરન ભારદ્વાજને ધોરાજીમાં પોસ્ટિંગ મળ્યું છે.
મળતી માહિતી મુજબ ગૃહ વિભાગના આદેશ મુજબ, ગુજરાત કેડરના વર્ષ 2021 અને વર્ષ 2022 ની બેચના નઆઈ.પી.એસ. અધિકારીઓની ફેઝ-2ની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકદામી, હૈદરાબાદ ખાતે પૂર્ણ થતાં રાજય પોલીસ દળમાં હાજર થયેલ હતા.જેથી તેઓને નિમણૂંક આપવામાં આવી છે. આ લિસ્ટમાં વર્ષ 2021ની બેચના વાગીશા જોશીને અમદાવાદ ગ્રામ્ય પોલીસના ધંધુકા, સુમન નાલાને બનાસકાંઠા પોલીસના દાંતા, વર્ષ 2022ની બેચના સિમરન ભારદ્વાજને રાજકોટ ગ્રામ્ય પોલીસના ધોરાજી, આયુષ જૈનને ગાંધીનગર પોલીસના દહેગામ, જયવીર ગઢવીને અમરેલી પોલીસના ધારી, સુ.શ્રી.પ્રતિભાને જામનગર પોલીસના લાલપુર, રોહિત કુમારને જૂનાગઢ પોલીસના વિસાવદર, અજયકુમાર મીણાને ભરૂચના ઝઘડિયા વિભાગ ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક(એએસપી) તરીકે નિમણુંક અપાઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર