શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છપડધરીની સરકારી કોલેજમાં સદસ્યતા કાર્યક્રમ યોજનાર આચાર્યની પણ બદલી

પડધરીની સરકારી કોલેજમાં સદસ્યતા કાર્યક્રમ યોજનાર આચાર્યની પણ બદલી

સરકારી લો કોલેજના પ્રિન્સીપાલની અમદાવાદ નિમણુંક થઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના તાબા હેઠળની સરકારી કોલેજોના આચાર્યોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં કુલ 38 પ્રિન્સીપાલોની તાત્કાલીક ધોરણે બદલી કરવામાં આવી છે. જેમાં પડધરીની સરકારી કોલેજોમાં રાજકીય સદસ્યતા કાર્યક્રમ યોજનાર આચાર્યની પણ બદલી કરી બનાસકાંઠા નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો પડધરીની કવિ દાદ સરકારી વીનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડો.નીલાબેન ઠાકરની બનાસકાંઠાના થરાદ ગામે બદલી થઇ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સરકારી કોલેજમાં આ જ આચાર્ય દ્વારા જ રાજકીય સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ કર્યો હોવા છતાં તેમની બદલી થઇ છે તો રાજ્યમાં માત્ર બે સરકારી લો કોલેજ છે અને એક આચાર્ય કાર્યરત છે. જેમાં રાજકોટ સરકારી લો કોલેજ છે અને એક આચાર્ય કાર્યરત છે. જેમાં રાજકોટ સરકારી લો કોલેજના ડો.મીનલબેન રાવલની અમદાવાદ ખાતે થતા તે જગ્યા હવે ખાલી પડી છે તો કોટડાસાંગાણીની ઠાકોર મુળવાજી વિનયન કોલેજમાં અલ્પેશભાઇ જોષીની, કવિ દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરીમાં ડો.કે.જી.છાયાની નિમણુંક અને છેલ્લા કેટલાય સમયથી ખાલી રહેલી ડીે.એચ.કોલેજમાં ડો.પરેશ રાવલની નિમણુંક કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર