શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છઉપલેટામાં મેહેંદી આર્ટિસ્ટ યુવતીના ફોટાવાળું ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટ્સ ચડાવી મારી નાખવાની ધમકી

ઉપલેટામાં મેહેંદી આર્ટિસ્ટ યુવતીના ફોટાવાળું ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટ્સ ચડાવી મારી નાખવાની ધમકી

નટવર રોડ ઉપર રહેતી 29 વર્ષની યુવતીએ શાહનવાઝ ઉર્ફે ચાચુ અને જીલાની બાપુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી : બંનેએ યુવતીનો પીછો કરી તેમજ તેણીના માતાપિતાને ચડામણી કરી જીવવું હરામ કરી નાખ્યું

(આઝાદ સંદેશ), રાજકોટ : ઉપલેટામાં મેહેંદી આર્ટિસ્ટ યુવતીના ફોટાવાળું ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટ્સ ચડાવી મારી નાંખવાની ધમકી આપી બે શખ્સોએ યુવતીનો પીછો કરી તેમજ તેણીના માતાપિતાને ચડામણી કરી જીવવું હરામ કરી નાંખતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા બંને શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ, ઉપલેટાના નટવર રોડ પર રહેતી 29 વર્ષીય મેહેંદી આર્ટિસ્ટ યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શાહનવાઝ ઉર્ફે ચાચુ અને જીલાની બાપુ (રહે. બંને ઉપલેટા) નું નામ આપતાં ઉપલેટા પોલીસે બીએનએસ એક્ટ 78 (1), 351(3) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી મેહેંદી આર્ટિસ્ટનું કામ કરે છે.
મેહેંદી આર્ટિસ્ટની જાહેરાત માટે પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી શરૂ કરેલ હતું. આરોપી શાહનવાઝ તેણીના પરિચયમાં અને તેમની સાથે ઓનખાણ હતી. આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફરિયાદી યુવતીના ફોટાવાળી સ્ટોરી મૂકી વાયરલ કરી હતી. જેથી યુવતીએ આરોપીનું ઇન્સ્ટાગ્રામ આઈડી બ્લોક કરી નાંખ્યું હતું. બાદમાં આરોપીએ પોતાના નામનું નવું આઈડી બનાવી તેમાંથી યુવતીને હેરાન કરવાનું શરૂ કરતા યુવતીએ તેને સમજાવેલ પરંતુ તે સમજતો ન હતો.
ઉપરાંત તે ફરિયાદી યુવતીના માતા-પિતાને ખોટી કાન ભંભેરણી કરી તેણી વિરૂદ્ધ ચડામણી કરી હેરાન કરવાનું ચાલું કર્યું હતું. તેમજ આરોપી શાહનવાઝે અન્ય આરોપી જીલાની બાપુ સાથે મળી યુવતી જ્યારે ઘર બહાર નીકળે ત્યારે રસ્તામાં આરોપી તેણીને આંતરી હેરાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હતાં.
તેમજ યુવતીની સહમતિ વગર અને જાણ બહાર તેણીના ફોટાવાળી સ્ટોરી આરોપી શાહનવાઝે ઇન્સ્ટાગ્રામ આઈડી પર રાખી યુવતીના ખાનગીપણાનો ભંગ કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.આર.પટેલ અને ટીમે તપાસ હાથ ધરી આરોપીઓને નોટિસ આપી કાર્યવાહી કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર