રવિવાર, ડિસેમ્બર 22, 2024

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગોંડલમાં રૂરલ એસઓજીનો દરોડો : ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

ગોંડલમાં રૂરલ એસઓજીનો દરોડો : ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

હુઝૈફા દોઢીયા (ઉ.વ.21)ની ધરપકડ કરી ઇન્જેક્શન-દવાનો જથ્થો કબજે કરાયો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના ગોંડલમાંથી રૂરલ એસઓજીની ટીમે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપી લીધો છે. એસઓજીની ટીમે ઇન્જેક્શન-દવાનો જથ્થો કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી કોઈ પણ પ્રકારના મેડીકલ સર્ટીફીકેટ રાખ્યા વગર લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપાઈ હતી, તેમજ પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવા બોગસ ડોકટરો તેમજ બોગસ દવાખાના ધારકો સામે કેસો કરી યોગ્ય કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટિમો તપાસમાં હતી. દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, ગોંડલ મોવિયા રોડ, બરકાતીનગરમાં આરોપી હુઝૈફા હુશેન દોઢીયા (ઉ.વ-21, રહે, ગોંડલ બરકતીનગર) પ્રાયમરી હેલ્થ કેર સેન્ટર નામનું દવાખાનુ કોઇપણ ડોક્ટરી સર્ટી વગર ચલાવે છે. દરોડો પાડતા ગેરકાયદેસર પ્રેક્ટીસ કરતા ડોક્ટરને પકડી પાડી ગોંડલ એ. ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધી દવાખાનામાંથી મળેલ ઇન્જેક્શન તથા સીરીજ તથા નાના-મોટા ગ્લુકોઝના બાટલાઓ તેમજ જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ મળી કુલ રૂ.14854નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ઉલ્લેખનિય છે કે, ગઇકાલે પણ રાજકોટ જિલ્લામાંથી એક બોગસ તબીબને ઝડપી લેવાયો હતો ત્યારે સતત બીજા દિવસે બીજો બોગસ ડોકટર ઝડપાયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર