સોમવાર, ડિસેમ્બર 30, 2024

ઈ-પેપર

સોમવાર, ડિસેમ્બર 30, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસોમનાથ ડિમોલિશન કાર્યવાહીમાં કાયદાનું પાલન નહીં કર્યું હોય તો જેલભેગા કરી દેશું...

સોમનાથ ડિમોલિશન કાર્યવાહીમાં કાયદાનું પાલન નહીં કર્યું હોય તો જેલભેગા કરી દેશું : સુપ્રીમ કોર્ટ

(આઝાદ સંદેશ), નવી દિલ્હી : સોમનાથ મંદિર નજીક બુલડોઝર કાર્યવાહીને મુદ્દે દાખલ કોર્ટના તિરસ્કારની અરજીને મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી આપી છે. કોર્ટે કહ્યું કે અમારા આદેશની અવગણના થશે તો દોષીત અધિકારીઓને જેલ મોકલી દેવામાં આવશે. સાથે જ આદેશ આપીશું કે બધું જ ફરી બાંધકામ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા કહ્યું છે. આ કેસમાં હવે પછીની સુનાવણી 16 ઓક્ટોબરે થશે. જોકે અદાલતે કેસમાં યથાવત સ્થિતી જાળવવાના આદેશ કરવાની માગણી ફગાવી દીધી હતી.
સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે કેસ વર્ષ 2003થી ચાલી રહ્યો હતો. મુસ્લિમ સમાજની સમસ્ત પાટની મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સોમનાથ કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની માગણી કરવામાં આવી છે. અરજીમાં દરગાહ મંગરોળી શાહ બાબા, ઈદગાહ ઉપરાંત પ્રભાસ પાટણ,વેરાવળ, ગિર સોમનાથમાં આવેલા સ્ટ્રક્ચર કહેવાતી રીતે ગેરકાયદે તોડી પાડવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. કોર્ટના તિરસ્કારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર મનાઇ ફરમાવતા આદેશ કર્યા તે પછી મોટા પાયે તોડફોડની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં વિવિધ પક્ષોને નોટિસ જારી કરીને વ્યક્તિગત સાંભળવાની તક આપવામાં આવી હતી. પક્ષકારોએ વકફ ટ્રિબ્યુનલ સહિત અનેક અધિકારીઓનો સંપર્ક કર્યો, પરંતુ તેમને કોઇ રાહત મળી નહોતી. સમુદ્ર નજીક સોમનાથ મંદિરથી 340 મીટરને અંતરે આવેલું સ્થાન છે. પ્રક્રિયાનું પાલન કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી અપવાદ અંતર્ગત આવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર