શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગર સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો પર્દાફાશ કરી 11 શખસોને ઝડપી લેવાયા

જામનગર સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો પર્દાફાશ કરી 11 શખસોને ઝડપી લેવાયા

(આઝાદ સંદેશ),રાજકોટ: દેશમાં સાયબર ક્રાઇમના ગુનાને અટકાવવા પોલીસ એક્શનમાં આવી હોય તેમ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે માહિતીને આધારે ઓનલાઇન છેતરપિંડી કરનાર 11 શખસને ઝડપી લઇ તેની ધરપકડ કરી બેંક એકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન થયા હોવાની શંકાએ તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો આવતા એસપી પ્રેમસુખ ડેલુના આદેશથી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરી જામનગરના કેટલાક શખસો પર વોચ ગોઠવી તપાસ કરતા કેટલાક શખસોના બેંક ખાતામાં વધુ ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવતા પોલીસે જામનગરમાં ચારણ ફળીમાં રહેતો મયુર મનહરલાલ સોઢા, અમીર હુસેનભાઇ ગંઢાર, ગુલાબનગરના ઉબેદ ઓસમાણભાઇ ગોધાવિયા, રબાની પાર્કમાં રહેતા જફર ઉલ્લાખા સુલતાનખાન લોદી, જૂનાગઢના મહેન્દ્ર રામજીભાઇ કણજરીયા, બાશીત જફર સુલતાખાન લોદી, પટેલ વાડીમાં રહેતો આનંદ હિતેશભાઇ ચોથાણી, વાઘેર વાડીનો મોહેબ મહેબુબભાઇ મકવાણા, મારૂતિનગરનો દેવરાજ બાબુભાઇ ચોવટીયા, રામેશ્ર્વરમાં રહેતો સમીર હસમુખભાઇ ટીકરીયા અને નવાગામ ઘેડનો મુકેશ અરવિંદભાઇ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરી તેના ખાતામાંથી ટ્રાન્સફર કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે બેંક એકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન થયાની શંકાએ તપાસ હાથ ધરી હતી. પોલીસની વધુ પુછતાછમાં પકડાયેલ ટોળકી ઓનલાઇન ગુના આચરવા માટે બેંક એકાઉન્ટ પુરા પાડવા માટે ઓપરેટ કરવામાં આવેલ હતા તેમજ લોકો પાસેથી કેવાયસી મેળવી છેતરપિંડી આચરતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર