શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ ઓફિસનું નવા સરનામે શુભ પ્રસ્થાન

અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ ઓફિસનું નવા સરનામે શુભ પ્રસ્થાન

ભાઇની ઓફીસના નામથી સામાન્ય લોકોના હૃદયમાં અંકીત થયેલ હવે નવા સરનામે સ્થળાંતરીત થઇ

(આઝાદ સંદેશ),રાજકોટ : ચાર કરતા પણ વધુ દાયકાઓથી ‘ભાઇની ઓફીસ’નામથી સામાન્ય માનવીના હૃદયમાં અંકીત થયેલ લોધાવાડ ચોકના પટાંગણમાં સ્થિત અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસની ઓફીસ હવે નવા સરનામે સ્થળાંતરીત થયેલ છે. સરનામું નવું છે પરંતુ અભયભાઇએ ચીંધેલા માર્ગ ઉપર ચાલવાની અને વકીલાતને માઘ્યમ બનાવી સમાજ સેવા કરવાની અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના તમામ સભ્યોની ઇચ્છાશક્તિ હજુુ એ જ છે. અભયભાઇ ભારદ્વાજનો જન્મ આફ્રીકાના યુગાન્ડામાં સન 1954માં થયેલ. તેઓએ પ્રાથમિક તેમજ માઘ્યમિક શિક્ષણ યુગાન્ડામાં કેળવેલ. ત્યારબાદ યુગાન્ડામાં સિવીલ વોર ફાટી પડતા સમગ્ર પરિવારે ભારત પરત આવી જવું પડેલ. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અભયભાઇ રાજકોટ ખાતે 16 વર્ષની કિશોર વયે જનસત્તામાં ડેસ્ક ઓડીટર તરીકે જોડાય અને પરિવાર માટે કમાવવાનું શરૂ કરી દીધેલ હતું પરંતુ શિક્ષક દંપત્તિના પુત્ર હોવાના કારણે તેઓએ પોતાનું ભણતર યથાવત રાખેલ હતું અને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવી અને એએમપી સરકારી લો કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવેલ હતી. ત્યારબાદ અભયભાઇ પોતાના મામા ચીમનભાઇ શુક્લ સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ હતા.
થોડા વર્ષો બાદ અભયભાઇએ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસની સ્થાપના કરી પોતાની અલગ ઓફીસ શરૂ કરેલ હતી. લોધાવાડ ચોકમાં આવેલ સુયોગ કોમ્પલેક્ષમાં પાંચ બાય પાંચના નાનકડા રૂમથી અભયભાઇએ પોતાની સૌપ્રથમ સ્વતંત્ર વકીલ તરીકેની કારકીર્દીની શરૂઆત કરેલ હતી. પાંચ બાય પાંચના નાનકડા રૂમથી શરૂ થયેલ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ સમય પસાર થતા વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરતી ગઇ અને અભયભાઇની સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અગ્રેસર વકીલોમાં નામના કેળવાતી ગઇ. આ સમય દરમિયાન અભયભાઇએ અસંખ્ય સંવેદનશીલ અને ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર તરીકે પોતાની ફરજ સફળતાપુર્વક નીભાવી હતી. 2016માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના 21માં કાયદા પંચના સભ્ય તરીકે અભયભાઇની નિમણુંક કરવામાં આવી. આથી અભયભાઇ કાયદા પંચનું સભ્યપદ ગ્રહણ કરનાર દેશના ઇતિહાસના સૌપ્રથમ ટ્રાયલ કોર્ટના એડવોકેટ બન્યા. સન 2020માં અભયભાઇ ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્ય સભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને 2020ના જુન મહિનામાં વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા ચુંટાય અને તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. ઓગસ્ટ 2020માં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ગુજરાત પરત ફરતા સાથે જ તેઓ કોરોના સંક્રમીત થયા. કોરોના સાથે લાંબી જંગ જિલવા છતાં અભયભાઇએ 1 ડિસેમ્બર 2020ના રોજ પોતાનો દેહ ત્યાગ્યો હતો.
અભયભાઇની આકસ્મિક વિદાય બાદ તેઓના પુત્ર અંશ અભયકુમાર ભારદ્વાજ તેમજ પુત્રી અમૃતા અભયકુમાર ભારદ્વાજ દ્વારા અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસની જવાબદારી સંભાળવામાં આવી છે. હાલ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના 30થી પણ વધુ વકીલો ઘણા ચકચારી કેસોમાં પોતાના અસીલોનું સફળતાપુર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ‘ભાઇની ઓફીસ’ હવેથી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના નામે ‘ધ સ્પાયર-2’, 401-4થો માળ, શિતલ પાર્ક ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્થળાંતર થયેલ હોય સૌ આમંત્રીતોને તેમજ શુભેચ્છકોને રવિવારના રોજ સવારના 9 થી 2 સુધીમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર