‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી
(આઝાદ સંદેશ),રાજકોટ : શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સમસ્ત ખવાસ-રજપુત સમાજ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાવણા રાજપુત યુથ ગુજરાત તેમજ રાષ્ટ્રીય ચામુંડા સેના સંસ્થાન ભારત દ્વારા રાજકોટ ખાતે સતત બીજા વર્ષે રવિવારના રોજ એક દિવસીય દાંડીયારાસનું ભવ્ય આયોજન વેલવેટ પાર્ટી પ્લોટ, અયોઘ્યા ચોક ખાતે કરાયું છે.
રાજસ્થાનના રોબીનહુડની છાપ ધરાવનાર સવ.દાદા આનંદપાલસિંહ સાંવરાદના નાનાભાઇ મનજીતસિંહ સાંવરાદ અને તેમની ટીમ મુખ્ય મહેમાન બનીને રાજકોટ પધારશે. ધમાકેદાર ઓરકેસ્ટ્રા, ખ્યાતનામ સિંગર, 1 લાખ મેગાવોટ સાઉન્ડ સીસ્ટમ, સીસીટીવી કેમેરા, ઇનામોની વણઝાર સાથે લેડીઝ-જેન્ટસ બાઉન્સર તથા સંપુર્ણ પારિવારીક માહોલ વચ્ચે આ વર્ષે પણ જાજરમાન આયોજન કરાયું છે. સાંજે 6-30 કલાકે રાસોત્સવની શરૂઆત કરવામાં આવશે તથા કોમ્પીટીશન રાખેલ હોય ટ્રેડીશ્નલ ડ્રેસ ફરજીયાત પહેરીને આવવાનો રહેશે. પાસ બુકીંગ માટે હેડ ઓફીસ ખાતે રૈયા રોડ, કિસાનપરા અંડરબ્રીજ નજીક પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં, સીટી સેન્ટર સામે, સદગુરૂ માર્કેટ 3 માળે કાનાભાઇ કાનાભાઇ ચૌહાણ 94092 00800નો સંપર્ક કરવો. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, નરેન્દ્રભાઇ ચૌહાણ, અશ્ર્વિનભાઇ ચૌહાણ, પ્રિયાંકભાઇ ચૌહાણ, ખીલનભાઇ ભટ્ટી, રતનભાઇ રાઠોડ, સાવનભાઇ રાઠોડ, સંજયભાઇ વાઘેલા, દેવાંગભાઇ મકવાણા, સુનીલભાઇ પરમાર, ચેતનભાઇ જાદવ, રાજભાઇ સોઢા, નીકુંજભાઇ પરમાર, હરપાલભાઇ રાઠોડ, ભાવેશભાઇ રાઠોડ, કરણભાઇ વાઘેલા, કિશનભાઇ તુવેર, શૈલેષભાઇ ચૌહાણ, લાલભાઇ પરમાર, દિલીપસિંહ ગોહીલ, હર્ષદભાઇ હાડા, આદિત્યભાઇ ચૌહાણે જણાવ્યું હતું.