રાજકોટ: કેન્દ્રીય વિદ્યાલયમાં 11.83 લાખની છેતરપિંડી, સિનિયર એસિસ્ટન્ટની ધરપકડ
રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં મોટા પાયે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. વિદ્યાલય પ્રિન્સિપાલે સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ દેવેન્દ્ર ગણાત્રા સામે ₹11,83,839 રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ મૂકી ગુનો નોંધાવ્યો છે.
યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
2️⃣ જેતપુર: હાઈવે પર બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
જેતપુર નજીક જેતલસર પાસે હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ ગેસની બોટલો ભરેલા બંધ ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો.
આ દુર્ઘટનામાં 10થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાતા તેમને જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે.
3️⃣ રાજકોટ: એસ્ટ્રોન ચોક પાસે કારનો લોક તોડતો કારચાલક સીસીટીવીમાં કેદ
રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે પોલીસે જપ્ત કરેલી કારનો લોક તોડવાનો પ્રયાસ કરતી એક વ્યક્તિની હરકત સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે.
લોક તોડનાર કારચાલકે પોતાનો વાંક છુપાવવા પોલીસ પર જ આક્ષેપો કર્યા હતા.
હાલ પોલીસે ફૂટેજના આધારે આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.


