રવિવાર, ડિસેમ્બર 28, 2025

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 28, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટની નીલકંઠ જ્વેલર્સમાં સોનાની ચોરી, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલા આરોપીને ઝડપી પાડી

રાજકોટની નીલકંઠ જ્વેલર્સમાં સોનાની ચોરી, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલા આરોપીને ઝડપી પાડી

રાજકોટમાં આવેલ નીલકંઠ જ્વેલર્સમાં સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સના માલિકે નિયમિત સ્ટોક ગણતરી દરમિયાન તફાવત જણાતા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક મહિલા કર્મચારીની નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરતી સ્પષ્ટ દેખાઈ હતી.
આ ઘટનાને લઈને સોની વેપારીએ રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો.
પોલીસે સોનલબેન સોલંકી નામની મહિલાને ઝડપી પાડી છે. તેની પાસેથી સોનાનું એક પેન્ડલ તથા બે જોડ બુટ્ટી મળી આવી છે. આરોપી પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.
એ ડિવિઝન પોલીસની ઝડપી અને અસરકારક કામગીરી બદલ સોની વેપારીએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર