શુક્રવાર, માર્ચ 13, 2026

ઈ-પેપર

શુક્રવાર, માર્ચ 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયપાછલા દિવસોની સરખામણીએ રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, આજે માત્ર 3 જિલ્લામાં ગરમીનું...

પાછલા દિવસોની સરખામણીએ રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, આજે માત્ર 3 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ, તો ત્રણ દિવસ હીટવેવની શક્યતા નહીંવત

વડોદરા : LPG સિલિન્ડરની અછત વચ્ચે તંત્રે કર્યુ બુદ્ધિનું પ્રદર્શન

વડોદરા : LPG સિલિન્ડરની અછત વચ્ચે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યુ.  કલેક્ટર કચેરીએ હેલ્પલાઇન નંબર તરીકે કર્મચારીનો મોબાઇલ નંબર જાહેર કર્યો. સરકારી હેલ્પલાઇન નંબર જાહેર કરવાને બદલે કર્મચારીનો નંબર કર્યો જાહેર. તંત્રએ કંટ્રોલ રૂમ ઉભો કરવાને બદલે પુરવઠા વિભાગના કર્મચારીને આગળ ધર્યો. તંત્રએ પોતાના ઓપરેટરના ખાનગી નંબરને જ હેલ્પલાઇન તરીકે જાહેર કર્યો. ઓપરેટર દ્વારા અડધા દિવસમાં જ 400થી વધુ ફોન એટેન્ડ કરવામાં આવ્યા. ઓપરેટર લોકોના પ્રશ્નો સાંભળી આશ્વાસન આપી રહ્યા છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ પર વિમલ ચુડાસમાના આકરા પ્રહાર

સોમનાથ સ્વાભિમાન પર્વ પર વિમલ ચુડાસમાએ કર્યા આકરા પ્રહાર. સોમનાથના નામે રેલીઓ અને પ્રદર્શનો કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે કોઈપણ કાર્યક્રમ રાજકીય સ્ટંટ વગર પૂરો કર્યો. સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદે કરી. ‘રાષ્ટ્રપતિના આગમન વખતે સોમપુરા બ્રામ્હણ સમાજને અપમાનિત કરાયો’ હતો. કોંગ્રેસનો સનાતન પ્રેમ સરકાર દ્વારા સ્વીકારવો મુશ્કેલ હોવાનું વિમલ ચુડાસમાએ કહ્યુ. ‘વિકાસના નામે દુકાનો, મસ્જીદો અને મંદિરો તોડવાનું કામ કરાયું’ સાધુ સંતોની સમાધી પણ તોડવામાં આવી હોવાનો આક્ષેપ વિમલ ચુડાસમાએ કર્યો.

INDO-અમેરિકા ટ્રેડ ડીલ રદ્દ કરવા યુથ કોંગ્રેસ આંદોલન ચલાવશે

INDO-અમેરિકા ટ્રેડ ડીલ રદ્દ કરવા યુથ કોંગ્રેસ આંદોલન કરશે. 16  માર્ચે દિલ્લીમાં યુથ કોંગ્રેસ સંસદ ઘેરવાનો કાર્યક્રમ યોજશે. 16 માર્ચ બાદ ગુજરાત યુથ કોંગ્રેસ ટ્રેડ ડીલના વિરોધમાં દેખાવો કરશે. PM કોમ્પ્રોમાઈઝના નારા સાથે કેમ્પેઈન ચલાવશે. યુથ કોંગ્રેસનો આક્ષેપ છે કે  ટ્રેડ ડીલથી 140 કરોડ દેશવાસીઓના ડેટા અમેરિકાના હાથમાં જતા રહેશે.  PMમિત્ર ધર્મ નિભાવે છે, રાષ્ટ્રધર્મ નથી નિભાવતા. જો આ ટ્રેડ ડીલ રદ્દ નહીં થાય ત્યાં સુધી યુથ કોંગ્રેસ દેખાવો કરશે.

કુદરતી આફતોથી પીડિત રાજ્યોની વહારે કેન્દ્ર સરકાર

કુદરતી આફતોથી અસરગ્રસ્ત રાજ્યોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે વધારાની નાણાકીય સહાય જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shahની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર ગુજરાત સહિત કુલ 6 રાજ્યોને વધારાની સહાય આપવામાં આવશે, જેમાં ગુજરાત માટે 778.67 કરોડ રૂપિયાની મદદ મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને જમ્મુ-કાશ્મીરને પણ સહાય ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે 28 રાજ્યોને રાજ્ય આપત્તિ પ્રતિસાદ નિધિ (SDRF) હેઠળ કુલ 20,735.20 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જ્યારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ નિધિ (NDRF) હેઠળ 21 રાજ્યોને 3,628.18 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ સહાય કુદરતી આફતોને કારણે થયેલા નુકસાનમાંથી રાહત અને પુનઃસ્થાપન કામગીરીને ઝડપી બનાવવા માટે આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર