સોમવાર, ડિસેમ્બર 29, 2025

ઈ-પેપર

સોમવાર, ડિસેમ્બર 29, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટ માર્કેટયાર્ડમાં જણસીઓની ધમધમાટભરી આવક, મગફળીની ૨.૧૦ લાખ મણ નોંધાઈ

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસીઓની ધમધમાટભરી આવક, મગફળીની ૨.૧૦ લાખ મણ નોંધાઈ

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસીઓની ધમધમાટભરી આવક, મગફળીની ૨.૧૦ લાખ મણ નોંધાઈ

રાજકોટ: સોમવારે રાજકોટ માર્કેટયાર્ડમાં જણસીઓની મબલખ આવક નોંધાઈ હતી. એક જ દિવસે ૧,૪૫૦થી વધુ વાહનો દ્વારા વિવિધ કૃષિ ઉપજ માર્કેટયાર્ડમાં પહોંચી હતી. જેમાં સૌથી વધુ મગફળીની ૨,૧૦,૦૦૦ મણ આવક નોંધાઈ હતી, જે ખેડૂતો માટે ઉત્સાહજનક સંકેત માનવામાં આવી રહી છે.

મગફળી ઉપરાંત કપાસ, સોયાબીન, જીરું અને તલ જેવી મહત્વની જણસીઓની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. ચેરમેન જયેશભાઈ બોઘરા તથા માર્કેટયાર્ડના સ્ટાફના માર્ગદર્શન હેઠળ તમામ વાહનોનું સુવ્યવસ્થિત રીતે ઉતરાણ કરાવી હરાજી તથા વેપાર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

માર્કેટયાર્ડમાં થયેલી આ મબલખ આવકથી આવનાર દિવસોમાં વેપાર પ્રવૃત્તિમાં વધુ તેજી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર