ટ્રોલર્સને કિંજલ દવેનો અનોખો જવાબ, ઇન્સ્ટા સ્ટેટસમાં ‘જિવી લે’ ગીતથી આપ્યો સંદેશ
અમદાવાદ: લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સોશિયલ મીડિયા પર વિરોધીઓ અને ટ્રોલર્સ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે કિંજલ દવેએ સીધો જવાબ આપવાને બદલે પોતાના ગીતનો સહારો લીધો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં પોતાનું જાણીતું ગીત ‘જિવી લે’ મુકીને વિરોધીઓને પરોક્ષ પરંતુ અસરકારક સંદેશ આપ્યો છે.
કિંજલ દવેનો આ સ્ટેટસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. ફેન્સે તેમના આ અંદાજને પસંદ કરી સમર્થન આપ્યું છે. ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને કહ્યું કે, શબ્દોથી નહીં પરંતુ સફળતા અને આત્મવિશ્વાસથી જવાબ આપવો એ જ સાચો રસ્તો છે.
ઉલ્લેખનીય છે કે કિંજલ દવે છેલ્લા કેટલાક સમયથી વ્યક્તિગત મુદ્દાઓને લઈને ચર્ચામાં છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાના કામ અને સંગીત દ્વારા સકારાત્મક સંદેશ આપતી રહી છે. ‘જિવી લે’ ગીતના શબ્દો પણ જીવનને પોતાની રીતે જીવાની પ્રેરણા આપે છે, જે ટ્રોલર્સ સામેનો તેમનો મજબૂત જવાબ માનવામાં આવી રહ્યો છે.


