ગુરુવાર, ડિસેમ્બર 25, 2025

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 25, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘લોકલ ફોર વોકલ’ને પ્રોત્સાહન આપવા સ્વદેશી સાયક્લોથોન યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘લોકલ ફોર વોકલ’ને પ્રોત્સાહન આપવા સ્વદેશી સાયક્લોથોન યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘લોકલ ફોર વોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપવા આજે બહુમાળી ભવનથી ‘સ્વદેશી સાયક્લોથોન’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનમાં શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ સ્વદેશી સાયક્લોથોન માટે ૩ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો સાયક્લોથોનમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાયક્લોથોનમાં ભાગ લેનાર તમામ ભાગીદારોને ઓનલાઇન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત લક્કી ડ્રો દ્વારા ૫ સાયકલવીરોને સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ કાર્યક્રમને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર