શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં કારખાનેદાર સાથે પૂર્વ ભાગીદાર અને સેલ્સમેન દ્વારા અડધા કરોડથી વધુની છેતરપિંડી

રાજકોટમાં કારખાનેદાર સાથે પૂર્વ ભાગીદાર અને સેલ્સમેન દ્વારા અડધા કરોડથી વધુની છેતરપિંડી

રસિકભાઇ ખાણધર (ઉ.વ.50)એ આરોપી ધવલ ખાંટને એકપણ રૂપિયાના રોકાણ વગર 33%નો ભાગીદાર બનાવવા છતાં વિશ્ર્વાસઘાત કર્યો : ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા અટકાયત કરાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ : રાજકોટના નાનામવા મેઇન રોડ ઉપર રહેતાં અને વિરાણી અઘાટમાં કારખાનું ધરાવતા સતવારા આધેડ દ્વારા પોતાના કારખાનામાં એકપણ રૂપિયો રોકાણ કર્યા વગર 33%નો ભાગીદાર બનાવનાર પૂર્વ ભાગીદાર અને સેલ્સમેન દ્વારા અડધા કરોડથી વધુની છેતરપિંડી કરાતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નાનામવા મેઇન રોડ પર અજમેરા શાસ્ત્રીનગર પાછળ વ્હાઇટ હાઉસ બંગલોમાં રહેતા અને વિરાણી અઘાટમાં ઘનશ્યામનગર શેરી નં.2 ખાતે ખોડલ એસ્ટેટમાં વેરીટો ઇન્ડીયા નામનું હાર્ડવેર અને સેનેટરીવેરનું કારખાનુ ધરાવતા કારખાનેદાર સાથે તેના પુર્વ ભાગીદાર અને પુર્વ સેલ્સમેને વિશ્ર્વાસઘાત, છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ધવલ વલ્લભભાઇ ખાંટની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં રસીકભાઇ વીરજીભાઇ ખાણઘર (ઉ.50)એ જણાવ્યું છે કે તેના કારખાને અને બીજી પેઢી વાયબ્રન્ટ મેટલ ટેકમાં ધવલ કોમ્પ્યુટર સર્વિસનું કામ કરવા આવતો હતો. જેને કારણે તેને 2006થી ઓળખે છે. જે તે વખતે તેણે કહ્યું હતું કે તેની પાસે કોઇ ધંધો નથી, હાલ જે ધંધો છે તેમાં કમાણી નથી, જેથી તેના કારખાનામાં ગમે તે યુનિટમાં નોકરીમાં રાખી લેવા વિનંતી કરી હતી. પરિણામે તેને 2019માં તેના કારખાનામાં એકપણ રૂપિયાનું રોકાણ કરાવ્યા વગર 33 ટકાના ભાગીદાર તરીકે રાખ્યો હતો. ત્યારપછી ધવલને માર્કેટીંગ, ઓફીસ વર્ક, એકાઉન્ટ અને ફાયનાન્સને લગતું તમામ કામ સોપ્યુ હતું. જેથી તે ટુરમાં જઇ વેપારીઓને શોધી લાવતો હતો. થોડા સમય બાદ ધવલે તેના કારખાનામાં હીતેશ હરિભાઇ કલોરાણીયાને માર્કેટીંગના કામ માટે રાખ્યો હતો. આ રીતે બંન્ને આરોપી તેના કારખાનામાં સેલીંગ સહીતનું તમામ કામ સંભાળી તમામ વહીવટ પણ કરતા હતા. 2023માં તેની તબિયત લથડતા બે-ત્રણ મહિના કારખાને જઇ શક્યા ન હતા. આ સમય દરમિયાન બંન્ને આરોપીઓએ તેની ગેરહાજરીનો ફાયદો લઇ તેના કારખાનાનો મહત્વનો ડેટા લઇ લીધો હતો. જે ડેટામાં પાર્ટીના કોન્ટેક્ટ, પ્રોડક્ટ કોસ્ટીંગ વગેરે હતા એટલું જ નહીં બંન્ને આરોપીઓએ તેની જાણ બહાર વાવડીમાં અલગથી બીજું યુનિટ ઉભું કરી તેમાં મેટ ફોક્સ મેટલ નામનું કારાખાનું શરૂ કરી દીધું હતું પોતાની બ્રાન્ડનું નામ અશ્ર્વેધ રાખ્યું હતું. ગત તા.31-3-24ના રોજ ધવલે તેને કહ્યું કે કારખાનામાં મને 50 ટકા ભાગીદારી કરી આપો અથવા તો હિસાબ આપીને છુટ્ટો કરો. જેથી તેને ભાગીદારીમાંથી છુટ્ટોે કર્યો હતો તે વખતે તેનો હિસાબ પણ કરી દીધો હતો. નોટરી રૂબરૂ ભાગીદારી છુટ્ટી થયાનો પણ દસ્તાવેજ કર્યો હતો. ધવલ પાસે તે વખતે તેના હસ્તકના અલગ અલગ વેપારીઓ પાસેથી રૂા.56.47 લાખ લેવાના નીકળતા હતા. આ તમામ વેપારીઓની માહિતી માત્ર ધવલ પાસે જ હતી જેથી તે ઉઘરાણું કરી રકમ ચુકવી આપશે તેવું નક્કી થયું હતું. સાથોસાથ ધવલે પોતે તેના કારખાનાની હાર્ડવેર પ્રોડક્ટનો ઉપયોગ નહીં કરે તેવી બાહેધરી પણ આપી હતી. જેથી તે ધંધામાં નડતરરૂપ ન થાય તે માટે તેને ગુડવીલના રૂા.12 લાખ ચુકવ્યા હતા. ભાગીદારી છુટ્ટી થયા બાદ ધવલે વેપારીઓ પાસેથી લેવાના થતા રૂા.56.47 લાખ ઉઘરાણી કરી તેને આપ્યા ન હતા. આ બાબતે આજ સુધી કોઇ જવાબ પણ આપ્યો નથી. એટલું જ નહીં તેના માણસ હીતેશને પણ સાથે લઇ ગયો હતો. બંન્ને આરોપીઓએ તેના ગ્રાહકો પાસે જઇ એવું કહેવાનું શરૂ કર્યું હતું કે વેરીટો બ્રાંડના અમે માલીક છીએ, આ બ્રાન્ડને પ્રીમિયમ સેગમેન્ટમાં ક્ધવર્ટ કરી છે. હવેથી અમે અશ્ર્વેધ બ્રાંડનો માલ આપીશું. વેરીટો બ્રાંડનો માલ પડયો હોય તો અમને પરત આપી દયો, તે માલ હવે વેચવાનો નથી, આ રીતે તેની બ્રાંડનો માલ વેપારીઓ પાસેથી પાછો મગાવે છે અને પોતાનો માલ મોકલે છે. જેનું પેમેન્ટ તેણે કરવું પડે છે. પરિણામે ધંધામાં મોટી આર્થિક નુક્સાની થઇ છે. આ ઉપરાંત બંન્ને આરોપીઓએ સોશ્યલ મીડિયામાં વેરીટોના માલનીક હોય તે રીતે પોતાના મોબાઇલ નંબરો લખી નાખ્યા હતા. તેના પુત્રનું બાઇક અને બે મોબાઇલ ફોન પણ લઇ જઇ પરત આપ્યા નથી. તેની પેઢીના 2019 થી 2022 સુધીના રોજમેળ પણ અવાર નવાર કહેવા છતાં પરત આપતો નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર