શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે વીમા એજન્ટનું મોત શરીરના ટૂકડે-ટૂકડા થઈ માંસના...

કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે વીમા એજન્ટનું મોત શરીરના ટૂકડે-ટૂકડા થઈ માંસના લોચા પણ નીકળી ગયા’તા

રેલનગરમાં રહેતા ભાવેશભાઈ રામાણી (ઉ.વ.38) મોરબીથી ઈલેકટ્રિક સ્કૂટર ઉપર રાજકોટ પરત ફરતા હોય ત્યારે અકસ્માત સર્જાયો, એકથી વધુ વાહનો શરીર પરથી ફરી વળ્યાં’તા

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ-મોરબી હાઈ-વે પર કાગદડી ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતમાં રેલનગરમાં રહેતાં વીમા એજન્ટ ભાવેશભાઈ ધનજીભાઈ રામાણી (ઉ.વ.38)નું કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જોકે કયા વાહને હડફેટે લીધા તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. પરંતુ એકથી વધુ વાહનોએ હડફેટે લીધા હોય તેમ ભાવેશભાઈના શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. એટલું જ નહીં માંસના લોચા પણ બહાર નીકળી ગયા હતા. કુવાડવા રોડ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાવેશભાઈ અગાઉ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતાં હતા. થોડા સમય પહેલાં જ રેલનગરમાં રહેવા આવ્યા હતા. આજે વહેલી સવારે મોરબીથી ઈલેકટ્રિક સ્કુટર લઈ રાજકોટ આવી રહ્યા હતા ત્યારે કાગદડી ગામના પાટિયાથી આશરે 100 મીટર દૂર અજાણ્યા વાહને હડફેટે લીધા હતા.જેને કારણે શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. એટલું જ નહીં માંસના લોચા પણ નીકળી ગયા હતા. આ સ્થિતિમાં એકથી વધુ વાહનો ઉપરથી ફરી વળ્યાની શકયતા પોલીસે દર્શાવી છે. સૌથી પહેલાં કયા વાહને હડફેટે લીધા તે વિશે માહિતી મેળવવા માટે પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લીધી છે. આ અકસ્માત અંગે ભાવેશભાઈના મોટાભાઈ ભરતભાઈ (ઉ.વ.4ર, રહે. બાપા સીતારામ ચોક પાસે, ગુંજન ટાઉનશિપ, મવડી)ને જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા. કૂવાડવા રોડ પોલીસ મથકના જમાદાર કે.એચ. પલાળીયાએ તેની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં ભરતભાઈએ જણાવ્યું કે તે જીએસટી અને ઈન્કમટેક્ષના વકીલ તરીકે કામ કરે છે. બે ભાઈ અને એક બહેન છે. જેમાં સૌથી મોટા પોતે છે. તેનાથી નાના હર્ષાબેન અને સૌથી નાના ભાવેશભાઈ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર