શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમાધવ વાટિકા પાસે મીની ટ્રકની હડફેટે આવેલા પોણા બે વર્ષના બાળકનું મોત

માધવ વાટિકા પાસે મીની ટ્રકની હડફેટે આવેલા પોણા બે વર્ષના બાળકનું મોત

બેડીપરામાં પટેલવાડી નજીક હિંચકાની દોરી ગળામાં ફસાઇ જતા તરૂણનું મોત

(આઝાદ સંદેશ),રાજકોટ: માંડાડુંગર નજીક માધવ વાટીકા શેરી નં.4માં ફઇના ઘર પાસે રમતા પોણા બે માસના બાળકને મીની ટ્રકના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આજીડેમ ચોકડી પાસે માનસરોવર મેઇન રોડ પર ભવાની કોમ્પલેક્ષમાં રહેતા અને મજૂરી કામ કરતા ચેતનભાઇ બચુભાઇ વાળા (ઉ.35)એ આ મામલે મીની ટ્રકના ચાલક બાબુ સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વધુમાં ચેતનભાઇએ પોલીસને જણાવ્યું હતું કે તેને સંતાનમાં પોણા બે વર્ષના પુત્ર ધીયાંશ અને 6 વર્ષની પુત્રી ધારા છે. પત્ની કોમલબેન સીક્યુરીટી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે તે મજૂરી કામે અને પત્ની સીક્યુરીટીમાં નોકરીએ ગઇ હતી. તેના માતા કાંતાબેન તથા તેના બંન્ને સંતાનો ધીયાંશ અને ધારાને લઇ માંડાડુંગર પાસે માધવ વાટીકા શેરી નં.4માં રહેતા બહેન રૂષીતાબેન મકવાણા કે જેના ઘરે આઠમાં નોરતાનું માતાજીની ગોયણી હોય જમણવાર હોવાથી ત્યાં ગયા હતા. ધીયાંશ તેના ફઇ રૂષીતાબેનના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે મીની ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઇજા થતા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ આજીડેમ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં બેડીપરામાં પટેલવાડી સામે શીતળા માતાજીના મંદિર પાસે રહેતો મહમદ હોજેફાભાઇ સામ (ઉ.13) આજે ઘર ઉપરના માળે હિંચકામાં રમી રહ્યે હતો ત્યારે રમતા રમતા હિંચકાની દોરી ગળામાં ફસાઇ જતા ગળાફાંસો આવી જતા તત્કાલ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબોએ તેને તપાસીને તરૂણનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવની જાણ થતા બી ડિવીઝન પોલીસના એએસઆઇ કે.સી.સોઢા સહીતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ધો.7માં અભ્યાસ કરતો મહમદ પરિવારનો એકલૌતો પુત્ર હતો. તેને એક બહેન છે અને પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. આ બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર