શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ બસ પોર્ટના સત્તાવાળાઓ દ્વારા મુસાફરોની ફરિયાદ અને સૂચવવાનો અધિકાર છીનવવાનો પ્રયાસ…?

રાજકોટ બસ પોર્ટના સત્તાવાળાઓ દ્વારા મુસાફરોની ફરિયાદ અને સૂચવવાનો અધિકાર છીનવવાનો પ્રયાસ…?

એસટી બસના કંડક્ટરોએ ફરિયાદ બુક રાખવી ફરજિયાત પરંતુ ડેપો મેનેજર દ્વારા ફરિયાદ બુક આપવામાં ન આવતી હોવાના આક્ષેપો : 90% મુસાફરોને ઓનલાઇન ફરિયાદ કરતા આવડતું નથી…! : તૂટેલી રેલિંગના લીધે મુસાફરો લોહીલુહાણ થઇ જાય છે : તહેવારો નજીક છે, ભીડ વધશે છતા એસટીના સત્તાવાળાઓ નજીવો ખર્ચ હોવા છતાં મરામત્ત કરાવતાં નથી…! : રૂ.175 કરોડના ખર્ચે રાજકોટ શહેરની મધ્યમાં આવેલા બસ પોર્ટની દુર્દશા કરી કોણે ? લાંબા સમયથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતાં અધિકારી દ્વારા બસ પોર્ટની ઉપેક્ષા

(આઝાદ સંદેશ), રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટ એસટીનું બસ પોર્ટ અવાર-નવાર વિવાદોમાં રહેતું હોય તેવો માહોલ સર્જાયો છે. લાંબા સમયથી બસ પોર્ટના પ્લેટફોર્મની રેલિંગ તૂટેલી અને ઢીલી થઇ ગયેલી છે. અવાર-નવાર ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઇ પરિણામ કે નિરાકરણ આવતું નથી. રૂ.175 કરોડના ખર્ચે તૈયાર થયેલું આધુનિક બસ પોર્ટની હાલત ‘શાક-બકાલા’ માર્કેટ કરતાં પણ બદત્તર છે. સામાન્ય ખર્ચમાં રિપેરીંગ થઇ શકે તેવી બસ પોર્ટની રેલિંગોની મરામત્ત માટે એસટીના કોઇ પણ અધિકારીને રસ નથી. અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવી રહી છે. બસ પોર્ટ ઉપર ફરિયાદ બુક આપવામાં પણ ગલ્લા-તલ્લા કરી મુસાફરોની ફરિયાદનો અને સૂચનો કરવાનો અધિકાર છીનવવાનો પ્રયાસ થઇ રહ્યો છે વધુ ફરિયાદો આવે તો અધિકારીને એમ.ડી. દ્વારા ખુલાસો પુછાય એટલે અપાતી નથી. ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ બોરડ, પટેલ લાખાભાઈ ઊંધાડ, જયંતીભાઈ હિરપરા, ગજુભા જાડેજા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટના જવાબદાર કોન્ટ્રાક્ટરો અને એસ.ટી અધિકારીઓના વચ્ચે સંકલનના અભાવે એસટી બસપોર્ટના મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. મુસાફરોને ફરિયાદ બુકમાં ફરિયાદ કરવામાં અભિમન્યુના સાત કોઠા વિંઝવા પડે તેવો માહોલ સર્જાયો છે.રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નિયમિત 1800 થી વધુ બસોની અવર જવર રહે છે. હજારો મુસાફરો એસ.ટી બસોમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પરના 22 પ્લેટફોર્મ પર આગળના ભાગમાં સ્ટીલની જે રેલિંગ કે જે સેફટી ગાર્ડ ગણાય છે તે રેલિંગો જ મુસાફરોને લોહી લુહાણ કરે અને જાન લેવા સાબિત થાય તે પ્રકારની બની ગઈ છે બસ પોર્ટ માના 22 પ્લેટફોર્મમાંથી 10 પ્લેટફોર્મમાં આગળના ભાગમાં રહેલી રેલિંગો તૂટી જતા આ અંગે સ્ટેન્ડ ઇન્ચાર્જને મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મૌખિક ફરિયાદ કરવા છતાં રેલિંગોની મરામત કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા ગુજરાત એસ.ટી મુસાફર રક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ ટ્રાફિક કંટ્રોલરૂમમાં જ્યારે ફરિયાદ બુક માગવામાં આવી ત્યારે એક તબક્કે ફરિયાદ બુક ખલાસ થઈ ગઈ છે આજે ડિવિઝનમાં રજા છે કાલે મંગાવી લેશું એ પ્રકારનો જવાબ મળે છે. ત્યારબાદ એક સપ્તાહ પછી પણ રેલિંગની મરામત કરવામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સંકલનના અભાવે કામ થયું નહીં જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગજેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે ટ્રાફિક કંટ્રોલરની ઓફિસમાં ફરિયાદ બુક માંગી ત્યારે કહેવામાં આવ્યું કે ઉપર સાહેબોને મળવું પડે પછી ફરિયાદ બુક મળે સાહેબો એ ફરિયાદ બુક આપવાની ના પાડી છે. (જોકે આ અંગે કોઈ લેખિત આદેશ કરવામાં આવેલ નથી) ફરિયાદ બુક આપવાની કોઈ મુસાફરને ના ન પાડી શકાય ગુજરાત એસ.ટી મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી પરિશિષ્ટ અ મુજબ મુસાફર પોતાની ફરિયાદો કે સૂચનો એમાં લખી શકે છે પરંતુ એસ.ટીના અમુક અધિકારીઓને ફરિયાદો થાય કે સૂચનો મળે એ મંજૂર નથી જે પગલે અગાઉ પણ વિવાદ થયેલ હતો તત્કાલીન સમયે રાજકોટના વિભાગીય નિયામક જે બી કલોતરાએ પત્ર ક્રમાંક નંડીસીઆર/ટીઆર/ફરી/2321 તારીખ 10 ઓગસ્ટ 2023 ના રાજકોટ ડેપો ટ્રાફિક કંટ્રોલર ઇન્કવાયરી ઓફિસમાં તમામ ટ્રાફિક કંટ્રોલરને લેખિતમાં જણાવેલ છે કે કોઈપણ મુસાફર ને ફરિયાદ હોય અને ફરિયાદ બુક માંગે તો ફરજિયાત આપવાની છે તે પ્રકારનો લેખિત આદેશ કરવા છતાં ટ્રાફિક કંટ્રોલની ઓફિસમાં જે વખતો વખત ઉપર અધિકારીઓ સ્ટેન્ડ ઇન્ચાર્જ અને એસ.ટીના અધિકારીઓને મળવા જવું પડે ત્યારબાદ જ ફરિયાદ બુક મળે જો સ્ટેન્ડ ઇન્ચાર્જ ના પાડે તો ફરિયાદ બુક આપવામાં આવતી નથી ફરિયાદ બુક માટે મુસાફરોને અભિમન્યુના સાત કોઠા વીંઝવા પડે છે અને રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક ના ફરિયાદ બુક મુસાફરોને આપવાના આદેશનો ઉલાળ્યો કરી દેવામાં આવે છે. અત્યાધુનિક એસટી બસપોર્ટ કે, જે રૂ.175 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે તે એસ.ટી બસ સ્ટેશનમાં સામાન્ય ખર્ચમાં તૂટેલી રેલિંગોની મરામત કરવામાં અક્ષમ્ય બેદરકારી અને લાપરવાહી દાખવવામાં આવી રહી છે આ રેલિંગોની તાત્કાલિક મરામત કરાવવા અંગે ફરિયાદ બુક ટ્રાફિક કંટ્રોલરની ઓફિસમાં ઇન્કવાયરી વિભાગમાં ટ્રાફિક કંટ્રોલર પાસે જ્યારે ગજુભા એ ફરિયાદ બુક માગી ત્યારે સૌ પ્રથમ ઉપર સાહેબો પાસે જવા ખો દેવામાં આવતા સાહેબોને નીચે આવવું પડે ઉપર જવું નથી અને ઉગ્ર રજૂઆતો કરતા ફરિયાદ બુક આપવાની ફરજ પડી હતી અને એ ફરિયાદ બુકમાં તારીખ 6/10/24 થી મુસાફરો એ નોંધવાની ફરિયાદ પોથી માં પરિશિષ્ટ અ મુજબ ફરિયાદ નંબર 503637 થી ફરિયાદ કરવામાં આવી છે.
એસ.ટી બસના કંડક્ટરોએ ફરિયાદ બુક રાખવી ફરજીયાત છે પરંતુ ડેપો મેનેજર દ્વારા ફરિયાદ બુકો આપવામાં આવતી નથી બસની અંદર લખેલું હોય છે કે ભાડા પત્રક અને ફરિયાદ બુક કંડકટર પાસે છે. પરંતુ ફરિયાદ બુક અપાતી જ નથી ત્યારે રાજકોટના વિભાગીય નિયામકને આ અંગે રાજકોટ ડેપોના તમામ ડેપો મેનેજરને સુચના આપવા અને દરેક બસના કંડકટર પાસે ફરિયાદ બુક ફરજિયાત બનાવવા માટે મુસાફર ઇન્ટર રક્ષક સમિતિ દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવશે અને ફરિયાદ બુક ન હોય તેવા કંડક્ટરોને કે ડેપો મેનેજરને દંડનીય કાર્યવાહી થવી જોઈએ. એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોમાથી 90% પ્રજાને ઓનલાઈન ફરિયાદ કરતા આવડતું ન હોવાને પગલે દરેક ડેપો મેનેજર ફરિયાદ બુક કંડક્ટરોને ફરજિયાત આપવી જોઈએ. ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, પટેલ બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા વિગેરેએ રાજ્યના એસટી નિગમના એમ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી છે. લાંબા સમયથી ફરજ બજાવતા એસ.ટી.ના અધિકારી બસ પોર્ટ બાબતે નિષ્ક્રિય હોય તેમ લાગે છે. નવા આકાર લઇ રહેલા વર્કશોપ પાછળ ઉંડાણપૂર્વક રસ લઇ રહ્યાના આક્ષેપો થાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર