ભારતીય શેરબજારમાં ચાલી રહેલી 3 દિવસની વેચવાલી બાદ આજે થોડી રિકવરી જોવા મળી હતી. હવે અહીં સવાલ ઉઠી રહ્યો છે કે અત્યારે બજારમાં જે રિકવરી જોવા મળી છે. શું આ મોટી તેજી પાછળનો સંકેત છે કે પછી જાળ છે, જે બાદ ફરી બજાર ડાઇવિંગ કરતું જોવા મળશે? બજારમાં વેચવાલી શા માટે છે તે સૌ પ્રથમ સમજીએ.
શેરબજારમાં ત્રણ દિવસની વેચવાલી બાદ આજે થોડી રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ ૧૧.૩૫ મિનિટની આસપાસ ગ્રીન ઝોનમાં કારોબાર કરતો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. અત્યારે બપોરે 1 વાગ્યાની આસપાસ બંનેનો ઉદય સતત ચાલુ છે. નિફ્ટી 76 અંકના વધારા સાથે 24,826 પર અને સેન્સેક્સ 215 અંકોના વધારાની સાથે 81,221 પર કારોબાર કરી રહ્યા છે. હવે અહીં સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કે માર્કેટમાં અત્યારે જે રિકવરી જોવા મળી છે. શું આ મોટી તેજી પાછળનો સંકેત છે કે પછી જાળ છે, જે બાદ ફરી બજાર ડાઇવિંગ કરતું જોવા મળશે? પહેલા સમજીએ કે માર્કેટમાં વેચવાલી કેમ છે.
આજે સવારે શું થયું?
શુક્રવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું, જેના કારણે વેચવાલી ચાલુ રહી હતી. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૪,૬૬૪ ખૂલીને શરૂઆતની મિનિટોમાં ૨૪,૫૬૭ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા ચાર સેશનમાં નિફ્ટી 50માં લગભગ 560 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. એ જ પ્રમાણે બીએસઈ સેન્સેક્સ ૮૦,૭૪૯ની સપાટીએ ખૂલ્યા બાદ ૮૦,૪૦૯ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. બજારમાં રિકવરી શરૂ થયા પહેલાના ડેટાની વાત કરીએ તો સેન્સેક્સમાં છેલ્લા ચાર દિવસમાં લગભગ 1564 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
શું ઘટાડા પાછળ આ 2 મોટા કારણો જવાબદાર છે?
નિષ્ણાતોએ શેરબજારમાં આ ઘટાડાને વૈશ્વિક અને સ્થાનિક અનિશ્ચિતતાઓને આભારી છે. નજીક આવી રહેલી યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીઓ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વિધામાં મુકાયા છે. આ ઉપરાંત સ્થાનિક બજારોમાં ડીઆઈઆઈ (ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે બજારોમાં ખરીદી નથી થઈ રહી.
આ પણ વાંચો:
શું માર્કેટ 75,000ની સપાટીને સ્પર્શશે?
માર્કેટ એક્સપર્ટ અને સેબીની ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી એડવાઇઝરી કમિટી (એઆઇપીએસી)ના મેમ્બર હર્ષ રૂંગટાનું કહેવું છે કે અત્યારે માર્કેટમાં થોડો સુધારો જોવા મળી શકે છે. આજે જે ગતિ આવી છે તે કોઈ મોટી તેજી નથી. તેમનું કહેવું છે કે બજારમાં ચાલી રહેલી વેચવાલી પાછળ ગ્લોબલ ટેન્શન એક મોટું કારણ છે. પરંતુ તે બજારમાં 5-10% જેવા કોઈ મોટા ઘટાડાને નકારે છે. તેમનું કહેવું છે કે, સેન્સેક્સ જલ્દી 75,000ના સ્તર સુધી જાય તેવું લાગતું નથી.
સેબીના એનાલિસ્ટ કુણાલ સરોગી જણાવે છે કે, અત્યારે માર્કેટમાં જે રિકવરી જોવા મળી છે. તે સારા સપોર્ટ લેવલ પર છે, જે માર્કેટના કોન્સોલિડેશનનો સંકેત આપે છે. આનાથી હવે બજારમાં મોટો ઘટાડો થવાની સંભાવના ઘટી જાય છે. એટલે કે, અહીંથી બજારમાં થોડી ખરીદીની આશા છે.