રાજ્યભરના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જૂન સુધી વિવિધ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે દ. ગુજરાત, દ. સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ છે. ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું અનુમાન છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદના એંધાણ છે.
દ્વારકા: દરિયાકિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત્દ્વારકા: દરિયાકિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત્ છે. ગોજીનેશ ગામના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળ્યો. 13.29 કિલો ચરસનો જથ્થો પોલીસે જપ્ત કર્યો. 6.61 કરોડથી વધુનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો. કલ્યાણપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.