શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવીંછિયાના મોઢુકાની શાળામાં ટીસીમાં ચોરી કરવા આવેલ તસ્કરને વિજશોક લાગતા ઇજાગ્રસ્ત

વીંછિયાના મોઢુકાની શાળામાં ટીસીમાં ચોરી કરવા આવેલ તસ્કરને વિજશોક લાગતા ઇજાગ્રસ્ત

સાથી તસ્કરને રેઢો મૂકી અન્ય બે તસ્કરો નાસી છૂટ્યા : પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો

(આઝાદ સંદેશ),રાજકોટ : વીંછિયાના મોઢુકા ગામની સિમ શાળામાં આવેલ ટીસીમાં ચોરી કરવાં ચડેલા તસ્કરને વિજશોક લાગતાં નીચે પટકાતાં ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. જ્યારે બનાવ બનતાં ઇજાગ્રસ્ત તસ્કરને ત્યાંજ મૂકી સાથી તસ્કરો પોતાની પાસે રહેલી રિક્ષા મારફતે નાસી છૂટ્યા હતા. બનાવ અંગે પીજીવીસીએલ અધિકારીએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ વીંછિયાની સત્યજીત સોસાયટીમાં રહેતાં ગૌરવભાઈ અશ્ર્વીનભાઈ બોડા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિપુ ગુલાબ શેખલીયા, પુના ધીરૂ શેખલીયા અને જયસુખ લખમણ શેખલીયા સામે વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ વીંછિયા જી.ઈ.બી.માં નાયબ ઇજનેર તરીકે છેલ્લા 1 મહીનાથી નોકરી કરે છે. ગઇ તા. 06 ના રાત્રીના સમયે તેઓ ઘરે હતાં ત્યારે તેમને આચાર્ય પ્રવિણભાઈ તલસાણીયાનો ફોન આવેલ કે, મોઢુકાના સોના કુબા ખાતે આવેલ સીમ શાળામાં સ્કુલમાં આવેલ ટીસીમાં કોઇ એક અજાણ્યા માણસને વીજશોર્ટ લાગેલ છે અને હાલ તે ભાનમાં છે. તેને હાથમાં તથા છાતીના ભાગે શોર્ટ લાગેલ છે. શોર્ટ લાગતા તે ટીસીના થાંભલા નીચે પડેલ હોય જેથી તેને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે. જેથી ફરિયાદી સહિતના અધિકારીઓ વીંછિયા સરકારી હોસ્પીટલે દોડી ગયેલ સારવારમાં રહેલ માણસનું નામ પુછતા દિપુ શેખલીયા હોવાનું જણાવેલ અને વીજશોક કેવી રીતે લાગ્યો જે બાબતે પુછતા પોતે જણાવેલ કે, હું તથા મારા ગામના પુનાભાઈ શેખલીયા તથા જયસુખભાઇ શેખલીયા ત્રણેય રીક્ષા લઇ અમારા ગામેથી ઘેલા સોમનાથની બાજુમાં આવેલ દાદાએ ગયેલા અને પરત અમારા ગામે જતી વખતે રસ્તામા ઘેલા સોમનાથી આગળ અને મોઢુકા ગામની વચ્ચે રોડની બાજુમા આવેલ નીશાળ પાસે રીક્ષા ઉભી રાખેલ અને સાથે રહેલ જયસુખભાઇ શેખલીયાએ કહેલ કે, શાળાની અંદર આવેલ ટી.સી.માંથી આપડે પિળો વાયર લેવાનો છે. જેથી ત્રણેય શાળાની અંદર ગયેલ અને હું ટી.સી. ઉપર ચડેલ અને મારી સાથે આવેલ બંને શખ્સો નીચે ઉભેલ હતાં. તેમજ વધુમાં આરોપીએ જણાવેલ કે, હું ટીસીના ઉપરનો વાયર કાપવા જતા અચાનક ભડાકો થતા શોર્ટ લાગતા નિચે પડેલ અને મારી સાથેના બંને શખ્સો જગ્યા ઉપરથી રીક્ષા લઈ ભાગી ગયેલ હતાં અને મને શોર્ટ લાગેલ હોઇ જેથી બુમા-બુમ કરતા આજુબાજુના વાડીમાંથી માણસો આવેલ અને સારવારમાં ખસેડેલ હતો.જેથી ફરિયાદીએ ઘટનાસ્થળે જઈ તપાસ કરતાં ટ્રાન્સફોર્મરમાં લગાડેલ ફ્યુજ સંપુર્ણ કાપેલી હાલતમાં અને બિજો ફ્યુજ અર્ઘ કાપેલી હાલતમાં હતો.ટીસીની નીચે એક પકડ તથા એક વાંદરી પાનુ પડેલ હતું. જેથી આરોપીએ પોતાની જીંદગી જોખમમા મુકી ચોરી કરવાના ઇરાદે ટીસી ઉપર ચડતા શોર્ટ લાગતાં પડતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર