રાજકોટના જાણીતા ક્રોમા શોરૂમ સામે ગ્રાહકો સાથે દગો કરવા સંબંધિત ગંભીર આરોપો ઊઠ્યા છે. ઘટના અનુસાર, શોરૂમમાં પ્રોડક્ટના ડિસ્પ્લે પર ₹1399 બતાવવામાં આવે છે, પરંતુ actual બિલ બનાવતી વખતે ગ્રાહકો પાસેથી ₹1499 વસૂલવા પ્રયાસ થાય છે.
જ્યારે ગ્રાહક આ ભાવના તફાવત સામે અવાજ ઊઠાવે છે, ત્યારે સ્ટાફ દ્વારા અસંભવિત જવાબ આપવામાં આવે છે – “અમે તો MRP પર પણ વેચી શકીએ, ₹1399માં જોઈએ તો નહિ મળે!
“આ પ્રકારની પ્રક્રિયા માત્ર ભ્રામક જ નથી પરંતુ ગ્રાહક સુરક્ષા કાયદાની સ્પષ્ટ ઉલ્લંઘન પણ ગણાય છે. પ્રોડક્ટ પર દર્શાવેલ કિંમત અને વેચાણ દરમિયાન લેવાતી કિંમત વચ્ચેનો તફાવત ગ્રાહકોને ગેરમાર્ગે દોરી છે.મહત્વનું છે કે, આવા કેસોમાં સંબંધિત અધિકારીઓએ કડક પગલા લેવું જોઈએ જેથી આવાં ધંધાઓને અટકાવી શકાય અને ગ્રાહકોના હિતોની સાચી રીતે રક્ષા થઈ શકે.