ગુરુવાર, જુલાઇ 17, 2025

ઈ-પેપર

ગુરુવાર, જુલાઇ 17, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅરવલ્લી જિલ્લામાં વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિર NQAS પ્રમાણિત.યશકલગીમાં ઉમેરાયા વધુ ચાર...

અરવલ્લી જિલ્લામાં વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિર NQAS પ્રમાણિત.યશકલગીમાં ઉમેરાયા વધુ ચાર મોરપીંછ…

અરવલ્લી જિલ્લામાં વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિર NQAS પ્રમાણિત.યશકલગીમાં ઉમેરાયા વધુ ચાર મોરપીંછ…..અરવલ્લી જીલ્લાના ચાર આયુષ્માન આરોગ્ય મંદિરોએ નેશનલ લેવલ પર ગુણવત્તા આધારિત NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત કરી આરોગ્યસેવામાં એક નવી સિદ્ધિ મેળવી છે. જેમાં મેઘરજ તાલુકાનું ધાંધિયા, માલપુરનું મંગલપુર, મોડાસાનું શામપુર અને ધનસુરાનું હીરાપુર આયુષ્માન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) સામેલ છે.માહે જૂન-2025માં દિલ્હી સ્થિત NHSRC ટીમ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આ કેન્દ્રોનું NQAS અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા માતાની પ્રસૂતિ અને સંભાળ, નવજાત અને બાળ આરોગ્ય, રસીકરણ, કિશોર કિશોરી આરોગ્ય, કુટુંબ કલ્યાણ, રોગચાળા નિયંત્રણ, OPD અને ડિલિવરી જેવી તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં ક્વોલિટીના તમામ માપદંડો ચકાસી મેઘરજનાં AAM-ધાંધિયા પેટાકેન્દ્રને 92.17% અને મંગલપુરને-92.07% શામપુરને 88.72% અને હીરાપુરને 87.91% મૂલ્યાંકન સાથે અરવલ્લી જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનાં આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયાં છે. આ સિદ્ધિમાં ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરંન્સ યુનિટ , સંબંધિત તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી, મેડિકલ ઓફિસર, આયુષ તબીબ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સમગ્ર ગ્રામ્ય લેવલની આરોગ્ય ટીમના સહકારથી સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને ગુણવત્તાપૂર્વકની સેવાઓનું પરિણામ છે. *રિપોર્ટર રસિક પટેલ ભિલોડા*

સંબંધિત સમાચાર

તાજા સમાચાર