શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટહરિજ્યોત સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે કાલથી આયંબીલ ઓળીની આરાધના કરાવાશે

હરિજ્યોત સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે કાલથી આયંબીલ ઓળીની આરાધના કરાવાશે

સમગ્ર રાજકોટ એક માત્ર ઉપાશ્રય જે બહેનો સંચાલિત છે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા બહેેનોએ આપી માહિતી

(આઝાદ સંદેશ), રાજકોટ : હરિજ્યોત સ્થાનકવાસી જૈન ઉપાશ્રય (વખારીયા ઉપાશ્રય), 2-ભીડભંજન સોસાયટી, નટરાજનગર પાસે, યુનિ.રોડ, રાજકોટ ખાતે છેલ્લા બાર કરતા પણ વધારે વર્ષથી ગોંડલ ગચ્છ ગાદીપતિ ગુરૂદેવ ગિરીશચંદ્ર મ.સાની પ્રેરણાથી ચૈત્ર માસ, આસો માસ, પ્રભુ પાર્શ્ર્વનાથ કલ્યાણક, બકરી ઇદ વગેરે મોટા દિવસો દરમિયાન નવકાર મહામંત્રના પદના વર્ણન પ્રમાણે આયંબીલ ઓળીનું આયોજન કરવામાં આવે છે. સ્થાનકવાસી તથા મુર્તિપુજક બંન્ને સંઘોની કોઇપણ પૃચ્છા વગર પારિવારીક માહોલમાં આયંબિલ ઓળીની આરાધના કરાવવામાં આવે છે.
વિગત- તેલ, ઘી, દહીં, દુધ, શાકભાજી, ફ્રુટ વગેરે વિનાનો આહાર એક જ જગ્યાએ બેસી વાપરવાનો હોય છે. આયંબિલ તપ આરાધનાથી આર્યુવેદિક તથા વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને વાત-પિત્ત-કફનો પ્રકોપ શમી જાય છે. સળંગ નવ દિવસસ આયંબિલ તપ થાય તો સર્વ શ્રેષ્ઠ છે પણ કોઇપણ કારણોસર ન થઇ શકે તો છુટક આયંબિલ પણ થઇ શકે. સમગ્ર રાજકોટમાં એક માત્ર સંપુર્ણ લેડીઝ સંચાલિત જૈન ઉપાશ્રયમાં આપ સર્વ શ્રાવક-શ્રાવિકાઓનો સાથ સહકાર મળી રહે તેવી અપીલ સંઘ પ્રમુખ જીજ્ઞાબેન વખારીયા તેમજ મહિલા મંડળના તમામ બહેનોએ કરેલ છે. એક દિવસનો નકરો પ્રભાવના સાથે રૂા.1800 છે. તપસ્યામાં જોડાવા ઇચ્છતા તપસ્વીઓએ જીજ્ઞાબેન વખારીયા-94292 48362, 94287 92227નો સંપર્ક કરવો. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા રીતુબેન મહેતા, પ્રીતીબેન પડીયા, પ્રતીભાબેન મહેતા, જાગૃતિબેન અજમેરાએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર